સુરક્ષા ચકાસણી બાદ માર્ગ ખુલ્યો – ચોમાસામાં સાવચેતી માટે વાહનચાલકોને અપીલ

હળવદ : હળવદ-સરા રોડના કોઝવે પરથી પૂરનું પાણી ઓસરતા તંત્રે સુરક્ષા ચકાસણી બાદ માર્ગ તમામ નાગરિકો અને વાહનો માટે ફરી ખોલ્યો છે. માર્ગ પુનઃપ્રારંભ થતાં હળવદ અને સરા વચ્ચેની દૈનિક અવરજવર સાથે જનજીવન પૂર્વવત બન્યું છે.

જિલ્લા વહીવટી તંત્રે ચોમાસા દરમિયાન સાવચેતીપૂર્વક વાહન ચલાવવા અને તંત્ર તરફથી મળતી અધિકૃત સૂચનાઓનું પાલન કરવા વાહનચાલકોને અપીલ કરી છે.























