રાણેકપર, મંગળપુર અને ધનાળા ગ્રામ પંચાયતોમાં કમિશન આધારિત નિમણૂક માટે ધોરણ-૧૦ પાસ ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવાઈ
મોરબી જિલ્લા પંચાયત હેઠળની હળવદ તાલુકા પંચાયત દ્વારા ઈ-ગ્રામ પંચાયતોના ડિજિટલ અને સુચારુ સંચાલનને વધુ મજબૂત બનાવવા માટે પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ (PPP) ધોરણે “વિલેજ કોમ્પ્યુટર આંતરપ્રિન્યોર” (VCE) ની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. હળવદ તાલુકાના રાણેકપર, મંગળપુર અને ધનાળા ગામોમાં ખાલી રહેલી જગ્યાઓ માટે પાત્ર ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે.
આ ભરતી અંતર્ગત પસંદગી પામનાર ઉમેદવારોને તલાટી-કમ-મંત્રીના સહાયક તરીકે કાર્ય કરવાની તક મળશે. નિમણૂક કમિશન આધારિત મહેનતાણાથી કરવામાં આવશે.
અરજી કરવા માટે ઉમેદવાર ધોરણ-૧૦ પાસ હોવો આવશ્યક છે તેમજ કોમ્પ્યુટર અંગેનું બેઝિક જ્ઞાન અને CCC સર્ટિફિકેટ ધરાવવું ફરજિયાત રહેશે.
ભરતી સંબંધિત સત્તાવાર માર્ગદર્શિકા તેમજ અરજી ફોર્મ મોરબી જિલ્લા પંચાયતની અધિકૃત વેબસાઈટ મોરબી જિલ્લા પંચાયત પરથી ડાઉનલોડ કરી શકાશે.
રસ ધરાવતા અને લાયકાત ધરાવતા સ્થાનિક ઉમેદવારોએ જાહેરાત પ્રસિદ્ધ થયાના દિવસથી ૭ દિવસની અંદર સંપૂર્ણ ભરેલ અરજીપત્રક સંબંધિત ગ્રામ પંચાયત ખાતે તલાટી-કમ-મંત્રીને રૂબરૂમાં જમા કરાવવાનું રહેશે તેમ હળવદ તાલુકા વિકાસ અધિકારીની યાદીમાં જણાવાયું છે.
