HomeAllઈરાન યુદ્ધમાં શાંતિના બદલે ફરી ઘર્ષણ શરૂ થતાં ક્રૂડ આંચકા પચાવી ફરી...

ઈરાન યુદ્ધમાં શાંતિના બદલે ફરી ઘર્ષણ શરૂ થતાં ક્રૂડ આંચકા પચાવી ફરી પાંચ ટકા ઉછળ્યું

સોના-ચાંદીમાં: બેતરફી ઉછળકૂદ જોવાઈ પ્લેટીનમના ભાવમાં રૂ. ૨૦૦૦ની તેજી મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવ આરંભમાં ઉંચા ખુલ્યા પછી ફરી નીચા ઉતર્યા હતા. પ્લેટીનમના ભાવ ઉંચકાયા હતા. દરમિયાન, ક્રૂડતેલના ભાવ આંચકા પચાવી ફરી ઉછળ્યા હતા. ઈરાન તથા અમેરિકા વચ્ચે ફરી ઘર્ષણ વધતાં ક્રૂડના ભાવ આજે ઝડપી ૪થી ૫ ટકા ઉછળ્યા હતા.

અમેરિકામાં ફેડરલ રિઝર્વની મિટિંગ તથા વ્યાજ વિષયક મળનારા સંકેતો પર વિશ્વ બજારના ખેલાડીઓની નજર રહી હતી. તેના પગલે કિંમતી ધાતુઓ તથા ડોલર ઈન્ડેકસમાં બેતરફી વધઘટ દેખાઈ હતી. ક્રૂડતલ બજારમાં વૈશ્વિક સ્તરે બ્રેન્ટક્રૂડના ભાવ બેરલના ઉછળી ઉંચામાં ૮૮. ૬૦ ડોલર થઈ ૮૭. ૮૨ ડોલર રહ્યા હતા.

જ્યારે યુએસ ક્રૂડના ભાવ ઉંચામાં ૮૩. ૩૪ થઈ ૮૨. ૫૨ ડોલર રહ્યા હતા. દરમિયાન યેમનના સાઉદી દ્વારા હુમલાના પગલે સાઉદી અરેબિયામાં મોટી રિફાઈનરી બંધ કરી દેવામાં આવ્યાના સમાચાર હતા. આ રિફાઈનરીમાં દૈનિક ચાર લાખ બેરલ્સની ક્ષમતા હતી.

હોર્મુઝ રુટમાં જહાજોની અવરજવર પર ફરી અસર પડયાના સમાચાર પણ મળ્યા હતા. દરમિયાન, અમેરિકામાં સરકાર હસ્તકનો ક્રૂડનો વ્યુહાત્મક સ્ટોક છેલ્લા ચાર વર્ષમાં ૩૫૨૦ લાખ બેરલ્સ ઘટયો છે. રશિયા-યુક્રેનના યુદ્ધ પછી ઈરાન-અમેરિકાના યુદ્ધના પગલે ત્યાં સરકાર દ્વારા ઓઈલનો જથ્થો છૂટ્ટો કરાતો રહેતાં સરકાર પાસે આવો જથ્થો ઘટતો રહી તાજેતરમાં ૧૯૮૩ પછીની નવા તળિયે ઉતરી ગયાના સમાચાર હતા. દરમિયાન, વિશ્વ બજારમાં સોનાના ભાવ આજે ઔંસના નીચામાં ૪૦૧૦ તથા ઉંચામાં ૪૦૪૭ થઈ ૪૦૩૨થી ૪૦૩૩ ડોલર રહ્યા હતા. મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના બેતરફી વધઘટના અંતે નજીવા ઘટાડા વચ્ચે ૯૯૫ના ભાવ રૂ.

૧૪૧૬૫૪ તથા ૯૯૯ના રૂ. ૧૪૨૨૨૪ બંધ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ બેતરફી વધઘટના અંતે રૂ. ૨૧૭૩૫૫ના મથાળે શાંત રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા.

અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૯૯૫ના રૂ. ૧૪૬૭૦૦ તથા ૯૯૯ના રૂ. ૧૪૭૦૦૦ રહ્યા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ રૂ. ૨૨૪૦૦૦ રહ્યા હતા. મુંબઈ બુલિયન બજારમાં આજે પ્લેટીનમના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ.

૧૯૦૦ વધી રૂ. ૫૭૫૧૯ રહ્યા હતા. વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ઔંસના ઉંચામાં ૧૬૧૩ તથા નીચામ ાં ૧૫૮૬ થઈ ૧૫૯૬થી ૧૫૯૭ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ઉંચામાં ૧૨૭૨ તથા નીચામાં ૧૨૫૪ થઈ ૧૨૫૬થી ૧૨૫૭ ડોલર રહ્યા હતા. દરમિયાન, કોપરના વૈશ્વિક ભાવ આજે ૦. ૬૦ ટકા માઈનસમાં રહ્યા હતા.

RELATED ARTICLES

Most Popular

Recent Comments