HomeAllકેન્દ્ર સરકારનો ખેડૂતલક્ષી નિર્ણય, પીએમ કિસાન યોજના પાંચ વર્ષ માટે લંબાવી

કેન્દ્ર સરકારનો ખેડૂતલક્ષી નિર્ણય, પીએમ કિસાન યોજના પાંચ વર્ષ માટે લંબાવી

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં ખેડૂતલક્ષી નિર્ણય લીધો છે. જેમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજનાને આગામી પાંચ વર્ષ માટે વર્ષ 2030-31 સુધી લંબાવવામાં આવી છે.રૂપિયા 3.15 લાખ કરોડનો ખર્ચ મંજૂર

પીએમ કિસાન યોજના માટે રૂપિયા 3.15 લાખ કરોડના ખર્ચને મંજૂરી આપવામાં આવી છે. આ અંગે માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે મોદી કેબિનેટે પ્રધાનમંત્રી સૂર્ય સરોવર યોજના (PM-SSY)ને મંજૂરી આપી છે.પીએમ કિસાનનો 24 મો હપ્તો નવરાત્રિ દરમિયાન ઇસ્યુ થશે

પીએમ-કિસાન યોજના અંગે માહિતી એવા સમયે આવી છે જ્યારે લાભાર્થી ખેડૂતો 24મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. અહેવાલ છે કે 24મો હપ્તો ઓક્ટોબરમાં ઇસ્યુ કરવામાં આવશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર નવરાત્રિ દરમિયાન આ હપ્તો ઇસ્યુ થઈ શકે છે.

23 હપ્તામાં રૂપિયા 4.47 લાખ કરોડ ટ્રાન્સફર : પીએમ-કિસાન યોજના હેઠળ 23 હપ્તામાં ₹4.47 લાખ કરોડથી વધુ સીધા ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. 9.49 કરોડથી વધુ ખેડૂતોને 23મા હપ્તાનો લાભ મળ્યો છે. આ આંકડા મુજબ સરકારે લાભાર્થીઓના ખાતામાં ₹18,984 કરોડથી વધુનું વિતરણ કર્યું છે.મહિલા ખેડૂતોને ₹1.06 લાખ કરોડથી વધુની રકમ મળી

કોરોના દરમિયાન ખેડૂતોને નાણાકીય સહાય પૂરી પાડવા માટે ₹1.71 લાખ કરોડથી વધુનું વિતરણ કરવામાં આવ્યું હતું. પીએમ-કિસાન યોજના હેઠળ, મહિલા ખેડૂતોને ₹1.06 લાખ કરોડથી વધુની રકમ મળી હતી.

RELATED ARTICLES

Most Popular

Recent Comments