HomeAll’કોલ પ્લાન’ સાથે ડેટા જરૂરી નથી, 28 દિવસનો પ્લાન હવે 30 દિવસનો...

’કોલ પ્લાન’ સાથે ડેટા જરૂરી નથી, 28 દિવસનો પ્લાન હવે 30 દિવસનો થશે

કેન્દ્ર સરકારે હવે મોબાઈલ ડેટાના નિયમો બદલવાની તૈયારી કરી લીધી છે. આ હેઠળ લોકોને ઈન્ટરનેટ ડેટા વગરનાં પ્લાન પણ મળી શકશે, જેમાં માત્ર આઉટગોઈંગ, ઈનકમિંગ અને મેસેજ સામેલ હશે. વળી, ટૂંકા ગાળાના પ્લાનની કિંમત પર કેપિંગ હશે,

જ્યારે 28 દિવસના પ્લાનની જગ્યાએ ટૂંકા ગાળાના અને 30 દિવસવાળા પ્લાન પણ લાવવાની તૈયારી છે. રિચાર્જ મહિનાને પણ 28 થી વધારીને 30 દિવસ કરવાનો વિચાર છે. આ માટે કેન્દ્રીય સંચાર મંત્રાલય હેઠળ ટ્રાઈએ નવો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. સરકારનો પ્રયાસ છે કે જૂન-જુલાઈ સુધીમાં નવી જોગવાઈઓ લાગું કરવામાં આવે.

ટ્રાઈએ નવા ડ્રાફ્ટ પર 5 મે સુધી સૂચનો માંગ્યા છે. અગાઉ પણ ડેટા વગરના પ્લાન પર વિચાર કરવામાં આવ્યો હતો અને તે માટે નિયમોમાં સુધારા પણ કરાયા હતા. પરંતુ, ત્યારે મોટા પ્લાન આપી દેવામાં આવ્યા હતા, જેમાં યોજનાઓ અને ઓફરનું બંડલ એટલે કે ક્લબ પ્લાન હતો. આ કારણે હવે ડેટા વગરના માત્ર વોઈસ કોલ અને મેસેજ પ્લાન લાવવાની અનિવાર્યતા કરવામાં આવી રહી છે. આ હેઠળ ટૂંકા ગાળાના પ્લાન પણ લાવવા પડશે.

કિંમત બાબતે પણ કેપિંગ :- ટૂંકા ગાળાના પ્લાનની કિંમત ઓછી રાખવી પડશે. આમાં કીપેડ મોબાઈલ વાપરતા લોકોનો સમાવેશ થઈ શકે છે, કારણ કે અનેક જગ્યાએ ગ્રામીણ અથવા ઓછી આવક ધરાવતા લોકો હજુ પણ સ્માર્ટફોનને બદલે કીપેડ ફોન વાપરે છે. તેથી કિંમતોને લઈને પણ મર્યાદા રાખવામાં આવશે, જે મુખ્યત્વે ટૂંકા ગાળાના ડેટા વગરના પ્લાન માટે હશે. તેની કિંમત બંડલ પ્લાન કરતા એ જ પ્રમાણમાં ઓછી રાખવી પડશે,

જે પ્રમાણમાં સેવા અને સમયગાળો ઘટાડવામાં આવી રહ્યો છે. તેને મોંઘા રાખી શકાશે નહીં. પૂરા 30 દિવસનો મળશે પ્લાન :- લાંબા સમયથી રિચાર્જ પ્લાન માટે 30 દિવસનો મહિનો કરવાની માંગ છે. હાલમાં ટેલિકોમ કંપનીઓ રિચાર્જ માટે 28 દિવસનો મહિનો આપે છે. આનાથી તેમને વર્ષમાં એક મહિનો વધારાનો મળી જાય છે.

નવા સુધારા ડ્રાફ્ટમાં 30 દિવસનો મહિનો કરવાનો વિચાર છે. આ મુદ્દો સાંસદ રાઘવ ચઢ્ઢાએ સંસદમાં ઉઠાવ્યો હતો. 350 રૂપિયા સરેરાશ માસિક પ્લાન :- સામાન્ય રીતે હવે 300 થી 350 રૂપિયાની સરેરાશનો માસિક પ્લાન છે. મોટાભાગના પ્લાન આ જ સરેરાશ કિંમતની આસપાસ છે.

આમાં કંપનીઓ ડેટા પેકથી લઈને અન્ય અનેક ઓફર આપે છે. એટલું જ નહીં, નેટફ્લિક્સ અને ઝી-5 એક્સેસ સહિત અન્ય બંડલ પ્લાન જોડવામાં આવે છે. આશરે છ મહિના પહેલા ટેલિકોમ કંપનીઓએ પ્લાનની કિંમતો વધારી હતી. ત્યારબાદ મોટી સંખ્યામાં મોબાઈલ કનેક્શન બંધ પણ થયા હતા

. તેથી નવા ડ્રાફ્ટમાં પ્લાન સાથે બિનજરૂરી ઓફર જોડતા રોકવા પર પણ વિચાર સંભવ છે. આ ફેરફારો થશે :- 1 ડેટા વગરના વોઈસ અને મેસેજ વાળા પ્લાન લાવવા. 2 ટૂંકા ગાળાના પ્લાન લાવવા, દા.ત. સાત દિવસનો પ્લાન. 3 ડેટા વગરના વોઈસ પ્લાનની વેલિડીટી વધુમાં વધુ એક વર્ષ સુધીની. 4 દરેક ડેટા અને અન્ય ક્લબ યોજના વાળા પ્લાનનો ’ડેટા વગરનો’ વિકલ્પ આપવો.

RELATED ARTICLES

Most Popular

Recent Comments