પગના ભાગે ગંભીર ઇજા થતાં 108 મારફતે હોસ્પિટલ ખસેડાયા, પોલીસને જાણ કરાઈ


મોરબી: શહેરના નટરાજ ફાટક નજીક આજે બપોરે ૪ વાગ્યાની આસપાસ અજાણ્યા વાહનની અડફેટે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતાં ચકચાર મચી હતી.

મળતી માહિતી મુજબ, ફાટક નજીકથી પસાર થઈ રહેલા એક અજાણ્યા વ્યક્તિને બાઈક સવાર અથવા અન્ય કોઈ વાહન દ્વારા અડફેટે લેવામાંઆવતા તેઓ રોડ પર પટકાયા હતા.અકસ્મતમાં વ્યક્તિના પગના ભાગે ગંભીર ઇજા થતાં તેઓ લોહીલુહાણ હાલતમાં રસ્તા પર પડ્યા હતા.

ઘટનાને પગલે આસપાસના લોકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા અને 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. 108ની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગંભીર રીતે ઘાયલ વ્યક્તિને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા.

આ બનાવ અંગે પોલીસને પણ જાણ કરવામાં આવી છે. અકસ્માત બાદ અજાણ્યા વાહન ચાલક અંગેની વધુ વિગતો મેળવવા માટે આસપાસના સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસવામાં આવે તો સમગ્ર ઘટનાની હકીકત અને અકસ્માત સર્જનાર વાહન અંગે મહત્વની માહિતી સામે આવી શકે છે. હાલ ઘાયલ વ્યક્તિની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.


{{DK_P6}}

{{DK_P7}}

{{DK_P8}}

{{DK_P9}}

{{DK_P10}}

{{DK_P11}}

{{DK_P12}}

{{DK_P13}}

{{DK_P14}}

{{DK_P15}}

{{DK_P16}}

{{DK_P17}}

{{DK_P18}}

{{DK_P19}}

{{DK_P20}}

{{DK_P21}}

{{DK_P22}}

{{DK_P23}}

{{DK_P24}}

{{DK_P25}}

{{DK_REST}}
