HomeAllમોરબી જિલ્લા યુવાણિયા કોળી સમાજના નવા પ્રમુખની વરણી

મોરબી જિલ્લા યુવાણિયા કોળી સમાજના નવા પ્રમુખની વરણી

મોરબી : મોરબી જિલ્લા યુવાણિયા કોળી સમાજના નવા પ્રમુખ તરીકે યોગેશભાઈ ગોરધનભાઈ ગોરાણિયાની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. સમાજના આગેવાનો તથા સભ્યોની ઉપસ્થિતિમાં યોજાયેલ બેઠક દરમિયાન આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

નવનિયુક્ત પ્રમુખ યોગેશભાઈ ગોરાણિયાને સમાજના હોદ્દેદારો, આગેવાનો અને યુવાનો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. સમાજના વિકાસ, એકતા અને યુવાનોને સંગઠિત કરવા માટે તેઓ સક્રિય ભૂમિકા નિભાવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.

આ પ્રસંગે સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે યુવાણિયા કોળી સમાજ હંમેશા સામાજિક સેવા, શિક્ષણ અને યુવાનોના ઉત્થાન માટે કાર્યરત રહ્યો છે. નવા પ્રમુખના નેતૃત્વ હેઠળ સમાજ વધુ મજબૂત બનશે અને વિવિધ સમાજલક્ષી પ્રવૃત્તિઓને નવી દિશા મળશે તેવી લાગણી વ્યક્ત કરવામાં આવી હતી.

RELATED ARTICLES

Most Popular

Recent Comments