HomeAllમોરબી જિલ્લામાં ભારે વરસાદથી અનેક કોઝ-વે બંધ, જોખમી માર્ગો પર પોલીસનો ચુસ્ત...

મોરબી જિલ્લામાં ભારે વરસાદથી અનેક કોઝ-વે બંધ, જોખમી માર્ગો પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

મોરબી: જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે અનેક કોઝ-વે પર પાણી ફરી વળતા વાહનવ્યવહાર પર અસર જોવા મળી રહી છે. નાગરિકોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતા જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગે સંયુક્ત કાર્યવાહી હાથ ધરી છે. પાણીના ધસમસતા પ્રવાહને ધ્યાનમાં રાખીને જોખમી કોઝ-વે અને નીચાણવાળા માર્ગો તાત્કાલિક અસરથી વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે.

વરસાદના કારણે અનેક સ્થળોએ કોઝ-વે પર પાણીનું ઓવરટોપિંગ થતાં અકસ્માતની સંભાવના વધી છે. આ સ્થિતિમાં કોઈપણ જાનહાનિ ન સર્જાય તે માટે સ્થાનિક પોલીસ દ્વારા તમામ સંવેદનશીલ સ્થળોએ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જ્યાં માર્ગો બંધ કરવામાં આવ્યા છે ત્યાં બેરિકેડિંગ કરી પોલીસકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે, જેથી કોઈપણ વ્યક્તિ કે વાહનચાલક જોખમ વચ્ચે પસાર થવાનો પ્રયાસ ન કરે.

જિલ્લા તંત્રએ નાગરિકોને અપીલ કરી છે કે સુરક્ષાને ધ્યાનમાં રાખીને બંધ કરાયેલા કોઝ-વે કે પાણી ફરી વળેલા માર્ગો પરથી પસાર થવાનો પ્રયાસ ન કરે. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં અનાવશ્યક અવરજવર ટાળવી તેમજ પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવું.

તંત્રએ જણાવ્યું છે કે વરસાદની સ્થિતિને સતત ધ્યાનમાં રાખીને તમામ સંવેદનશીલ વિસ્તારો પર નજર રાખવામાં આવી રહી છે અને પરિસ્થિતિ અનુસાર જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. નાગરિકો સહયોગ અને સતર્કતા દાખવશે તો સંભવિત દુર્ઘટનાઓ ટાળી શકાશે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments