HomeAllમોરબી સાર્થક વિદ્યામંદિરને સમગ્ર સૌરાષ્ટ્રમાં પ્રથમ ક્રમે સંસ્કૃત ગૌરવ સન્માન

મોરબી સાર્થક વિદ્યામંદિરને સમગ્ર સૌરાષ્ટ્રમાં પ્રથમ ક્રમે સંસ્કૃત ગૌરવ સન્માન

મોરબીની સાર્થક વિદ્યામંદીરને સમગ્ર સૌરાષ્ટ્રમાં પ્રથમ ક્રમે સંસ્કૃત ગૌરવ સન્માન પ્રાપ્ત થયું છે.સતત આઠમી વખત સમગ્ર સૌરાષ્ટ્ર પ્રાંતમાં સંસ્કૃત ગૌરવ પરીક્ષામાં પ્રથમ ક્રમે આવી સાર્થક વિદ્યામંદીરે મોરબીનું ગૌરવ વધારેલ છે.

અમદાવાદ ખાતેની ગુજરાત વિશ્વવિદ્યાલય ખાતે સંસ્કૃત સાહિત્ય અકાદમી-ગાંધીનગર અને સંસ્કૃત ભારતી- ગુજરાતના સંયુક્ત ઉપક્રમે સંસ્કૃતોત્સવ-2026 યોજાયો હતો.આ ઉત્સવમાં દર વર્ષે વિવિધ પ્રકારના સાહિત્ય અને સંસ્કૃત ક્ષેત્રે સન્માન આપવામાં આવતા હોય છે.

જેમાં સંસ્કૃત ગૌરવ પરીક્ષા અંતર્ગત સાર્થક વિદ્યામંદિરને આઠમી વખત સમગ્ર સૌરાષ્ટ્રમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત થયો હતો.સાર્થક વિદ્યામંદિર તરફથી આ સન્માન લેવા માટે શાળાના સંચાલક, સંસ્કૃતના શિક્ષકો તેમજ વ્યવસ્થાપન ટીમના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

Most Popular

Recent Comments