HomeAllમોરબી SBI બ્રાન્ચમાં ફાટેલી નોટ બદલવા મુદ્દે ગ્રાહકની ફરિયાદ, RBI નિયમોના પાલન...

મોરબી SBI બ્રાન્ચમાં ફાટેલી નોટ બદલવા મુદ્દે ગ્રાહકની ફરિયાદ, RBI નિયમોના પાલન અંગે ઉઠ્યા પ્રશ્નો

મોરબી શહેરની SBI ગ્રીન ચોક બ્રાન્ચ (SBIN0060185) સામે ફાટેલી તથા ટેપથી જોડેલી ચલણી નોટ સ્વીકારવામાં ઇન્કાર કરાયો હોવાની ગ્રાહક દ્વારા ફરિયાદ કરવામાં આવી છે. ફરિયાદી દ્વારા SBI કસ્ટમર કેર ખાતે પણ ટેલિફોનિક ફરિયાદ નોંધાવવામાં આવી હોવાનું અને તેનો ફરિયાદ નંબર 1011210959 હોવાનું જણાવાયું છે.

ફરિયાદ મુજબ બેન્ક સ્ટાફ દ્વારા પારદર્શક ટેપથી જોડેલી નોટ સ્વીકારવામાં ઇન્કાર કરી ખાખી રંગની ટેપ લગાવી લાવવા જણાવાયું હતું. તેમજ બે કરતાં વધુ ટુકડાવાળી નોટ સ્વીકારવામાં નહીં આવે એવું જણાવાયું હોવાનું આક્ષેપ કરવામાં આવ્યો છે.

ફરિયાદીએ RBI ની “Facility for Exchange of Notes and Coins” ગાઈડલાઈનનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે તેમાં બે ટુકડાની સંપૂર્ણ જોડાયેલી નોટને “Soiled Note” તરીકે સ્વીકારવાની જોગવાઈ છે તેમજ વધુ ટુકડાવાળી નોટને “Mutilated Note” તરીકે adjudication માટે સ્વીકારવાની જોગવાઈ દર્શાવવામાં આવી છે.

ફરિયાદીના જણાવ્યા મુજબ આ સમગ્ર ઘટનાનું ઓડિયો/વિડિયો રેકોર્ડિંગ પણ તેમની પાસે ઉપલબ્ધ છે. ગ્રાહકે બેન્ક મેનેજર સમક્ષ પણ રજૂઆત કરી હોવાનો દાવો કર્યો છે.

આ બાબતે SBI તરફથી સત્તાવાર પ્રતિસાદ મળવો બાકી હોવાનું જાણવા મળે છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments