HomeAllમોરબી સિદ્ધ સમાધિ યોગ પરિવાર દ્વારા વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી

મોરબી સિદ્ધ સમાધિ યોગ પરિવાર દ્વારા વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી

મોરબી, તા. 21 જૂન : વિશ્વ યોગ દિવસ નિમિત્તે મોરબી સિદ્ધ સમાધિ યોગ (SSY) પરિવાર દ્વારા સ્વામિનારાયણ સંસ્કાર ધામ ખાતે ભવ્ય યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. યોગ દ્વારા શરીર, મન અને આત્માના સમન્વયનો સંદેશ આપતા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યોગપ્રેમીઓ, સંતો તથા આગેવાનોએ ઉપસ્થિત રહી યોગનું મહત્વ સમજાવ્યું હતું.

વિશ્વ યોગ દિવસ દર વર્ષે 21 જૂનના રોજ સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. યોગ ભારતની પ્રાચીન અને અમૂલ્ય પરંપરા છે, જે વ્યક્તિને શારીરિક, માનસિક અને આધ્યાત્મિક રીતે સ્વસ્થ રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. “યોગ કરો, નિરોગી રહો”ના સંદેશ સાથે લોકોને યોગને દૈનિક જીવનનો અભિન્ન ભાગ બનાવવા પ્રેરિત કરવા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન વિવિધ યોગાસનો અને પ્રાણાયામનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપસ્થિત સંતોએ યોગના આધ્યાત્મિક અને આરોગ્યલક્ષી લાભો અંગે માર્ગદર્શન આપ્યું હતું તથા નિયમિત યોગાભ્યાસ દ્વારા સ્વસ્થ અને સંતુલિત જીવન જીવવાનો સંદેશ આપ્યો હતો.

આ ઉજવણીને સફળ બનાવવા કોર્પોરેટર નવનીતભાઈ કુંડારિયા તેમજ અંબારામભાઈ કવાડિયાએ વિશેષ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ યોગને જીવનશૈલીનો ભાગ બનાવી સ્વસ્થ, સુખી અને સમૃદ્ધ સમાજના નિર્માણ માટે સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

RELATED ARTICLES

Most Popular

Recent Comments