

મોરબી: અષાઢી બીજના પવિત્ર દિવસે મોરબીમાં મેઘરાજાએ મંગલ પ્રવેશ કર્યો છે. શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં આજે મેઘરાજાએ અમી છાંટણા કરતા વાતાવરણમાં આહલાદક ઠંડક પ્રસરી ગઈ છે. લાંબા સમયથી અનુભવાતી ઉકળાટ અને ગરમીથી નાગરિકોને આંશિક રાહત મળી છે.

સનાતન પરંપરા અને કૃષિ સંસ્કૃતિમાં અષાઢી બીજનું વિશેષ મહત્વ છે. પરંપરાગત માન્યતા મુજબ, આ દિવસે થતો વરસાદ આગામી ચોમાસા માટે શુભ સંકેત માનવામાં આવે છે. મેઘરાજાના આ આગમનને લઈને ધરતીપુત્રોમાં નવી આશા જન્મી છે, જ્યારે શહેરીજનોમાં પણ આનંદની લાગણી જોવા મળી રહી છે.






















