HomeAllમોરબીમાં ખેડૂત આંદોલન સાથે જોડાયેલ વધુ એક આગેવાનને ત્યાં જુદાજુદા વિભાગનું સર્ચ...

મોરબીમાં ખેડૂત આંદોલન સાથે જોડાયેલ વધુ એક આગેવાનને ત્યાં જુદાજુદા વિભાગનું સર્ચ ઓપરેશન

મોરબી તાલુકાનાં જેતપર ગામે ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે તેની સાથે જોડાયેલ સભ્યો અને ખેડૂત આગેવાનોને યેનકેન પ્રકારે દબાવવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે સોમવારે સાંજના સમયે મોરબીના ખેડૂત આંદોલન સાથે જોડાયેલ યુવા આગેવાનના કારખાને જુદાજુદા વિભાગના અધિકારીઓએ પહોચ્યા હતા અને ત્યાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.

મોરબી ખેડૂત આંદોલનને વિખેરવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા હોય તે રીતે થોડા દિવસો પહેલા આંદોલનને આડકતરી રીતે મદદ કરી રહેલા મનોજ પનારા જે ગૌશાળાના ટ્રસ્ટમાં પ્રમુખ હતા.

તે ગૌશાળાને દબાણ હટાવવા માટેની નોટિસ આપવામાં આવી હતી ત્યારે બાદ ઉપવાસી છાવણી ખાતે 19 દિવસ સુધી આમરણાંત ઉપવાસ કરનારા રાજ્યના મંત્ર કાંતિભાઈ અમૃતિયાના ભાઈ રાકેશ અમૃતિયાનો ટિંબડી ગામના પાટિયા પાસે ભરડિયો આવેલ છે.

ત્યાં ખાણ ખનીજ અને વીજ કંપનીની ટિમ પહોચી હતી ત્યાર બાદ સોમવારે સાંજે ખેડૂત આંદોલન સમિતિના સભ્ય અને યુવા આગેવાન વૈભવ અમૃતિયાનું સોખડા ગામના પાટિયા પાસે ફેરોલી નામનું પાર્ટીકલ બોર્ડનું કારખાનું આવેલુ છે ત્યા ખાણ ખનીજ, મહિલા-બાળ વિકાસ સહિતના જુદાજુદા સરકારી વિભાગોની ટીમો પહોચી હતી અને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.

RELATED ARTICLES

Most Popular

Recent Comments