HomeAllમોરબીમાં મણીમંદિરથી ત્રિકોણબાગ સુધી વિકાસ પદયાત્રા યોજાઈ

મોરબીમાં મણીમંદિરથી ત્રિકોણબાગ સુધી વિકાસ પદયાત્રા યોજાઈ

મોરબીમાં વિકાસ સપ્તાહ અંતર્ગત મણીમંદિરથી ગાંધીજીના સ્ટેચ્યુ ત્રિકોણ બાગ સુધી વિકાસ પદયાત્રા યોજાઈ હતી જેમાં મોરબી કલેક્ટર કે.બી.ઝવેરી સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા.

વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે યોજાયેલ આ વિકાસ પદયાત્રાને મહાનુભાવોએ લીલી જંડી બતાવી મણીમંદિરથી પ્રસ્થાન કરાવી હતી. અને ત્રિકોણ બાગ ખાતે ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી વિકાસ પદયાત્રાની પુર્ણાહુતિ કરવામાં આવી હતી.

આ પ્રસંગે સર્વે ઉપસ્થિત અધિકારીઓએ વિકાસ ભારત પ્રતિજ્ઞા લીધી હતી. આ વિકાસ પદયાત્રામાં ઈન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નવલદાન ગઢવી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શૈલેષચંદ્ર ભટ્ટ, મોરબી પ્રાંત અધિકારી સુશીલ પરમાર સહિતના અધિકારીઓ તથા કર્મચારીઓ, પોલીસ કર્મીઓ, વિદ્યાર્થીઓ તેમજ મોરબીવાસીઓ જોડાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here