HomeAllમોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ - સ્કાય મલ્ટિપ્લેક્સ દ્વારા વડીલો - યુવાનો માટે...

મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ – સ્કાય મલ્ટિપ્લેક્સ દ્વારા વડીલો – યુવાનો માટે ગુજરાતી ફિલ્મનો શો યોજાયો

મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ અને સ્કાય મલ્ટિપ્લેક્સ દ્વારા વૃદ્ધાશ્રમના વડીલો તેમજ સ્થાનિક યુવાનો માટે ખાસ ધાર્મિક ગુજરાતી ફિલ્મના શોનું આયોજન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને વૃદ્ધાશ્રમના વડીલોને આનંદ અપાવા માટે અને યુવા પેઢીને સંસ્કૃતિ, ધર્મ અને સામાજિક મૂલ્યો પ્રત્યે જાગૃત કરવા માટે ગુજરાતી ફિલ્મના શોનું આયોજન કર્યું હતું.

યંગ ઇન્ડિયા ગ્રુપના માર્ગદર્શક ડો. દેવેન રબારીએ જણાવ્યું હતું કે,: આધુનિક યુગમાં યુવાનો પોતાના મૂળ અને સંસ્કારોથી જોડાયેલા રહે તેમજ વડીલોના આશીર્વાદ હંમેશા આપણી સાથે રહે તે ખૂબ જરૂરી છે. સામાજિક અને સંસ્કારિક વિકાસના ભાગરૂપે આ ધાર્મિક ચલચિત્ર દર્શાવવામાં આવ્યું છે, જેથી સમાજમાં સકારાત્મક સંદેશ પહોંચી શકે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments