HomeAllમોરબીમાં યોજાયેલ સ્ટેટ ફુટબોલ ટુર્નામેન્ટમાં જામનગરની ટીમ વિજેતા બની

મોરબીમાં યોજાયેલ સ્ટેટ ફુટબોલ ટુર્નામેન્ટમાં જામનગરની ટીમ વિજેતા બની

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન (GSFA) દ્વારા આયોજિત અને મોરબી ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશન દ્વારા હોસ્ટ કરવામાં આવેલ “સબ જુનિયર ગર્લ્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટૂર્નામેન્ટ-2026” નો ભવ્ય સમાપન સમારોહ મોરબીની ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલમાં યોજાયો હતો.

અને ત્યારે યોજાયેલ ફાઇનલ મેચમાં રાજકોટની ટીમને હરાવીને જામનગરની ટિમ વિજેતા બનેલ છે. ગુજરાતના 11 જિલ્લામાંથી ટીમોએ ભાગ લીધો હતો. અને શુક્રવારે મોરબીની ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલમાં રાજકોટ અને જામનગરની ટીમ વચ્ચે ફાઇનલ મેચ રમાયો હતો.

જેમાં જામનગરની ટીમ વતી અવની મીઠાપરા અને સંજના મેનિયા દ્વારા 2-2 અને માનસી ધાપા, ઉર્મિલાબેન ધોરીયા તથા દિવ્યા પટેલ દ્વારા 1-1 ગોલ કરવામાં આવ્યો હતો. રાજકોટ જિલ્લાની ટીમ દ્વારા 3 સેલ્ફ ગોલ થતાં મેચના અંતે ફાઇનલ સ્કોર 10-0 થી જામનગરની ટીમ વિજેતા બની હતી.

RELATED ARTICLES

Most Popular

Recent Comments