HomeAllમોરબીના નવા સાદુળકા ગામે આર્યતેજ ફિઝીયોથેરાપી ક્લીનિક દ્વારા કેમ્પ યોજાયો

મોરબીના નવા સાદુળકા ગામે આર્યતેજ ફિઝીયોથેરાપી ક્લીનિક દ્વારા કેમ્પ યોજાયો

મોરબી નજીકના લક્ષ્મીનગર ગામ પાસે આવેલ “શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝીયોથેરાપી, દ્વારા સંચાલીત શ્રી આર્યતેજ ફિઝીયોથેરાપી ક્લીનિક દ્વારા નવા સાદુળકા ખાતે ગામે ગઇકાલે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ.

જે કેમ્પનો 35 દર્દીઓએ લાભ લીધો હતો. આ ફિઝીયોથેરાપી કેમ્પનું નેતૃત્વ ડો.મોહિત ડાંગર અને ડો. અવની કાંજીયા દ્વારા કરવામાં આવ્યું હતું.

ડો. રાહુલ છતલાણીના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક કેમ્પ યોજાયો હતો.આ તકે બધા ડોક્ટર દ્વારા લોકોને ફિઝિયોથેરાપી શું છે ? અને તેના લાભ વિશે જરૂરી માહિતી આપવામાં આવી હતી.

આ કેમ્પથી સ્થાનિક લોકોને ઘણો લાભ થયો હતો. અને શ્રી આર્યતેજ ગ્રૂપ ઑફ ઇન્સ્ટિટ્યૂશન્સના મેનેજમેન્ટ દ્વારા ઇન્સ્ટિટ્યૂટના ફેકલ્ટીના સેવાભાવી પ્રયત્નોની ગામના લોકો દ્વારા પ્રશંસા કરવામાં આવી હતી

અને ભવિષ્યમાં પણ આવા આરોગ્ય કેમ્પોનું આયોજન થતું રહે તેવી ઇચ્છા ગામના લોકોએ વ્યક્ત કરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here