HomeAllમોરબીની શાશ્વત હોસ્પિટલ ખાતે મહિલાઓમાં કેન્સર જાગૃતિ અર્થે સેમિનાર યોજાયો

મોરબીની શાશ્વત હોસ્પિટલ ખાતે મહિલાઓમાં કેન્સર જાગૃતિ અર્થે સેમિનાર યોજાયો

મહિલાઓમાં વધતા જતા બ્રેસ્ટ કેન્સર અને સર્વાઈકલ કેન્સર જેવા ગંભીર રોગો સામે વહેલી તકે જાગૃતિ લાવવાના ઉદ્દેશ્ય સાથે મોરબી આઈ.સી.ડી.એસ. ઘટક-2 દ્વારા એક વિશેષ આરોગ્ય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. ઘટકના બાળ વિકાસ યોજના અધિકારી શ્રીમતી ભાવનાબેન ચારોલાન માર્ગદર્શન હેઠળ સ્થાનિક ‘શાશ્વત હોસ્પિટલ’ ખાતે આ સેમિનાર યોજાયો હતો.

આ સેમિનારનો મુખ્ય હેતુ આંગણવાડીના હેલ્પર બહેનોને કેન્સરના લક્ષણો અને તેના બચાવના ઉપાયોથી માહિતગાર કરવાનો હતો,જેથી તેઓ સમાજના છેવાડાના પરિવારો સુધી આ સ્વાસ્થ્ય સંદેશ પહોંચાડી શકે. આ સેમિનારમાં શાશ્વત હોસ્પિટલના ડૉ. અશ્ર્વિની જસાણી અને સેન્ટર હેડ ડૉ. અંકિતા પટેલે ઉપસ્થિત બહેનોને બંને કેન્સર અંગે તબીબી માર્ગદર્શન પૂરું પાડી વહેલા નિદાનનું મહત્વ સમજાવ્યું હતું.

આ તકે પર્યાવરણ જતનના સંદેશ સાથે ‘ગાયત્રી ચેતના સેન્ટર’ તરફથી તમામ આંગણવાડીઓ માટે ઔષધીય અને પર્યાવરણીય રોપાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

RELATED ARTICLES

Most Popular

Recent Comments