HomeAllઓપરેશન ડેલ્ટા હન્ટ : મોરબી જિલ્લામાંથી બે બાંગ્લાદેશી મહિલા ઝડપાઇ : પુછપરછ

ઓપરેશન ડેલ્ટા હન્ટ : મોરબી જિલ્લામાંથી બે બાંગ્લાદેશી મહિલા ઝડપાઇ : પુછપરછ

ગુજરાતમાં બાંગ્લાદેશીઓની ઘૂસણને પકડવા માટે ‘ઓપરેશન ડેલ્ટા હન્ટ’ શરૂ કરવામાં આવ્યું છે. તે અંતર્ગત મોરબી જીલ્લામાં જુદીજુદી 10 જેટલી ટીમો બનાવીને જિલ્લાના જુદાજુદા ઓદ્યોગીક વિસ્તારમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું તે દરમ્યાન બે બાંગ્લાદેશી મહિલા મળી આવેલ છે જેથી પોલીસે તે બંને કેવી રીતે આવી શું કરતી હતી તે સહિતની દિશામાં તપાસ કરવામાં આવી રહી છે અને બે શંકાસ્પદ વ્યક્તિ પણ મળી આવેલ છે, જેની પણ પૂછપરછ ચાલી રહી છે.

રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દે રાજ્ય સરકારની ’ઝીરો ટોલરન્સ’ નીતિ અંતર્ગત રાજ્યની સરહદો ઓળંગી ગેરકાયદેસર આશરો લેનારા બાંગ્લાદેશી અને ઘૂસણખોરોને શોધવા માટે ‘ઓપરેશન ડેલ્ટા હન્ટ’ શરૂ કરવામાં આવ્યું હતું. મોરબી જિલ્લાની વાત કરીએ તો જીલ્લામાં ચાર ડીવાયએસપીની આગેવાની હેઠળ મોરબી, માળીયા, વાંકાનેર અને હળવદ વિસ્તારમાં આવેલ ઓદ્યોગીક એકમો તેમજ તેની આસપાસના રહેણાક વિસ્તારને ચેક કરવામાં આવ્યા હતા દરમ્યાન 4 જેટલા શંકાસ્પદ વ્યક્તિ મળી આવ્યા હતા જેમાંથી બે મહિલા બાંગ્લાદેશી હોવાનું સામે આવ્યું છે.

મોરબીના ડીવાયએસપી જે.એમ.આલ દ્વારા પત્રકાર પરિષદ કરવામાં આવી હતી જેમાં તેઓએ જણાવ્યુ હતું કે, જિલ્લાના ચાર ડીવાયએસપીના માર્ગદર્શન હેઠળ એલસીબી, એસઓજી અને સ્થાનિક પોલીસની જુદીજુદી 10 જેટલી ટીમો બનાવવામાં આવી હતી અને ‘ઓપરેશન ડેલ્ટા હન્ટ’ હેઠળ અંદાજે 100 જેટલા લોકોને ચેક કરવામાં આવ્યા હતા.

તેમાંથી બે બાંગ્લાદેશી મહિલા મળી આવેલ છે અને બે વ્યક્તિ શંકાસ્પદ હોવાથી તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. હાલમાં જે બાંગ્લાદેશી મહિલા મળી આવેલ છે તેની પાસે ભારતના કોઈ સરકારી આઈડી પ્રૂફ કે પછી દસ્તાવેજ છે કે કેમ અને તે કયાંથી બનાવવામાં આવેલ છે તે સહિતની દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments