HomeAllપ્રભારી મંત્રી ત્રીકમભાઈ છાંગાએ મોરબીની ઐતિહાસિક એલ.ઈ. એન્જિનિયરિંગ કોલેજની મુલાકાત લઈ શૈક્ષણિક...

પ્રભારી મંત્રી ત્રીકમભાઈ છાંગાએ મોરબીની ઐતિહાસિક એલ.ઈ. એન્જિનિયરિંગ કોલેજની મુલાકાત લઈ શૈક્ષણિક સુવિધાઓનું નિરીક્ષણ કર્યું

મોરબી: રાજ્યના ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણના રાજ્યમંત્રી તેમજ મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી ત્રીકમભાઈ છાંગાએ જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે સાથે આજે મોરબીની ઐતિહાસિક સરકારી લખધીરજી એન્જિનિયરિંગ (એલ.ઈ.) કોલેજની મુલાકાત લઈ સંસ્થાની શૈક્ષણિક અને તકનીકી સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું.

મુલાકાત દરમિયાન પ્રભારી મંત્રીએ કોલેજના વિવિધ શૈક્ષણિક વિભાગો, આધુનિક પ્રયોગશાળાઓ, મશીનરી, તાલીમ કેન્દ્રો તેમજ વિદ્યાર્થીઓને ઉપલબ્ધ શૈક્ષણિક માળખાનું નિરીક્ષણ કર્યું હતું. કોલેજના અધિકારીઓએ સંસ્થાની કામગીરી, આધુનિક ટેકનોલોજી આધારિત લેબોરેટરીઓ, ઉપલબ્ધ સંસાધનો અને ભવિષ્યના વિકાસલક્ષી આયોજન અંગે વિસ્તૃત માહિતી આપી હતી.

પ્રભારી મંત્રી ત્રીકમભાઈ છાંગાએ કોલેજમાં ગુણવત્તાયુક્ત તકનીકી શિક્ષણ અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે થઈ રહેલા પ્રયાસોની પ્રશંસા કરી હતી. તેમણે વિદ્યાર્થીઓને ઉદ્યોગોની જરૂરિયાતોને અનુરૂપ કૌશલ્યલક્ષી શિક્ષણ ઉપલબ્ધ કરાવવા તથા સંસ્થાના વિકાસ માટે રાજ્ય સરકાર તરફથી જરૂરી સહયોગ આપવાની ખાતરી વ્યક્ત કરી હતી.

જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ પણ કોલેજમાં ચાલી રહેલા વિકાસકાર્યો અને શૈક્ષણિક વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. તેમણે ઉપલબ્ધ સંસાધનોનો વધુ અસરકારક ઉપયોગ કરીને વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ શૈક્ષણિક સુવિધાઓ મળી રહે તે માટે સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી વિદ્યાસાગર, મોરબી મહાનગરપાલિકાના કમિશનર સંગીતા રૈયાણી, નાયબ કમિશનર સંજયકુમાર સોની, કોલેજના પ્રાચાર્ય, અધ્યાપકગણ તેમજ વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મુલાકાત દરમિયાન પ્રભારી મંત્રીએ કોલેજના વિવિધ વિભાગોની મુલાકાત લઈ અધિકારીઓ સાથે સંવાદ કર્યો અને સંસ્થાના સર્વાંગી વિકાસ માટે જરૂરી સૂચનો પણ આપ્યા.

RELATED ARTICLES

Most Popular

Recent Comments