બચાવ અને રાહત કામગીરી માટે કેન્દ્ર સરકારના તમામ જરૂરી સહયોગની કેન્દ્રીય ગૃહ મંત્રીએ આપી ખાતરી

ગાંધીનગર: રાજ્યમાં સતત વરસી રહેલા ભારે વરસાદ અને તેના કારણે સર્જાયેલી સ્થિતિને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. મુખ્યમંત્રીએ રાજ્યમાં ચાલી રહેલી બચાવ અને રાહત કામગીરી તેમજ વર્તમાન પરિસ્થિતિથી કેન્દ્રીય ગૃહ મંત્રીને અવગત કરાવ્યા હતા.

વાતચીત દરમિયાન રાજ્યમાં જરૂરી સંકલન અને સહયોગ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ગુજરાતમાં બચાવ અને રાહત કામગીરી માટે કેન્દ્ર સરકાર તરફથી તમામ જરૂરી મદદ અને સહયોગ ઉપલબ્ધ કરાવવાની ખાતરી આપી હતી.

રાજ્ય સરકાર દ્વારા વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે, ત્યારે કેન્દ્ર સરકાર તરફથી પણ સંપૂર્ણ સહયોગની ખાતરી આપવામાં આવતાં રાજ્યના પ્રયાસોને વધુ મજબૂતી મળશે.






















