HomeAllરાતીદેવડી પ્રાથમિક શાળામાં ₹4.50 લાખની સાંસદ ગ્રાન્ટથી કમ્પાઉન્ડ વોલનું નિર્માણ પૂર્ણ

રાતીદેવડી પ્રાથમિક શાળામાં ₹4.50 લાખની સાંસદ ગ્રાન્ટથી કમ્પાઉન્ડ વોલનું નિર્માણ પૂર્ણ

વિદ્યાર્થીઓની સુરક્ષા માટે રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ ફાળવી ગ્રાન્ટ : શાળા પરિવાર અને ગ્રામજનોએ વ્યક્ત કર્યો આભાર

વાંકાનેર : વાંકાનેર તાલુકાની રાતીદેવડી પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓની સુરક્ષા અને શાળાના સુચારુ સંચાલનને ધ્યાનમાં રાખીને કમ્પાઉન્ડ વોલનું નિર્માણ કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે. રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની સાંસદ ગ્રાન્ટમાંથી ફાળવવામાં આવેલા ₹4.50 લાખના ખર્ચે આ કામગીરી કરવામાં આવી છે.

રાતીદેવડી પ્રાથમિક શાળામાં કમ્પાઉન્ડ વોલની જરૂરિયાત લાંબા સમયથી અનુભવાતી હતી. શાળાની આ મહત્વપૂર્ણ જરૂરિયાતને ધ્યાને લઈ રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલા દ્વારા સાંસદ ગ્રાન્ટમાંથી ₹4,50,000ની રકમ ફાળવવામાં આવી હતી. ગ્રાન્ટ મંજૂર થયા બાદ કમ્પાઉન્ડ વોલનું નિર્માણ કાર્ય હાથ ધરી પૂર્ણ કરવામાં આવ્યું છે.

કમ્પાઉન્ડ વોલનું નિર્માણ થતાં શાળાના વિદ્યાર્થીઓની સુરક્ષામાં વધારો થવા સાથે શાળા પરિસરની વ્યવસ્થા પણ વધુ સુચારુ બનશે. ખાસ કરીને નાના વિદ્યાર્થીઓ માટે વધુ સુરક્ષિત અને ભયમુક્ત શૈક્ષણિક વાતાવરણ ઊભું કરવામાં આ સુવિધા મહત્વપૂર્ણ સાબિત થશે.

શાળાની મહત્વપૂર્ણ જરૂરિયાત પૂર્ણ કરવા સાંસદ ગ્રાન્ટ ફાળવવા બદલ રાતીદેવડી પ્રાથમિક શાળાના આચાર્ય, શિક્ષક પરિવાર તેમજ ગ્રામજનોએ રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાનો આભાર વ્યક્ત કર્યો છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments