
મોરબી: રોટરી ક્લબ ઓફ મોરબીનો વર્ષ 2026-27નો પદગ્રહણ સમારંભ તાજેતરમાં યોજાયો હતો. સમારંભમાં વર્ષ 2026-27 માટે પ્રમુખ તરીકે હુઝૈફ લાકડાવાલા અને સેક્રેટરી તરીકે સોનલ શાહની વરણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે રોટરી ક્લબ ઓફ વઢવાણ મેટ્રોના સભ્ય અને આસિસ્ટન્ટ ગવર્નર રોટે. હર્ષિત શાહ દ્વારા શપથવિધિ કરાવવામાં આવી હતી. તેમણે પ્રમુખ, સેક્રેટરી તેમજ બોર્ડ ઓફ ડિરેક્ટર્સના સભ્યોને શપથ લેવડાવી નવી ટીમને જવાબદારી સોંપી હતી.

રોટરી ઇન્ટરનેશનલના પ્રેસિડેન્ટ ઓલયંકા બાબાલોલા દ્વારા આ વર્ષ માટે ‘Create Lasting Impact’ થીમ આપવામાં આવી છે. જ્યારે ડિસ્ટ્રિક્ટ ગવર્નર રોટે. નિલેશ શાહ દ્વારા ડિસ્ટ્રિક્ટ 3060ની આ વર્ષની ટીમને ‘Team Believers’ તરીકે જાહેર કરવામાં આવી છે.

પદગ્રહણ સમારંભમાં રોટરી ક્લબ ઓફ હળવદના સભ્યો ઉપરાંત રોટરી ક્લબ ઓફ મોરબીના સભ્યો અને સ્નેહીજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.





















