HomeAllથોળ અને નળ સરોવર જેવા ઈકો સેન્સિટિવ ઝોનમાં પ્લાસ્ટિક પર સંપૂર્ણ પ્રતિબંધ...

થોળ અને નળ સરોવર જેવા ઈકો સેન્સિટિવ ઝોનમાં પ્લાસ્ટિક પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકો’: હાઈકોર્ટનો સરકારને કડક આદેશ

જરાતમાં નળ સરોવર, થોળ પક્ષી અભ્યારણ્યમાં જેવા સ્થળોએ પ્લાસ્ટિક લઈ જવા પર પ્રતિબંધ મૂકવાની માગ સાથે હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરાઈ છે. નળ સરોવર, થોળ જેવા ઈકો સેન્સિટિવ ઝોન ખાતે પ્લાસ્ટિક પર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવવા હાઇકોર્ટે સરકારને આદેશ કર્યો છે. આ મામલે સરકારના તમામ સંબંધિત વિભાગોએ હાઇકોર્ટમાં સોંગદનામા રજૂ કર્યા હતા.

ઈકો સેન્સીટીવ ઝોન ખાતે સેન્સિટિવ પર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવો

હાઇકોર્ટે સરકારને એવી સૂચના આપી હતી કે, નળ સરોવર જેવા પક્ષીના અભ્યારણ્ય ગણાતા તળાવોમાં બોટિંગને નિયમિત બનાવો. જેમકે તેના માટે લાયસન્સ ફરજિયાત કરો. તેમજ અભ્યારણ્ય પર પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ લઈ જવા પર પ્રતિબંધ ફરમાવો. હાઇકોર્ટે સ્પષ્ટ કર્યું કે, બોટિંગને બંધ કરવાની વાત નથી પરંતુ અહીં જતાં તમામ પ્રવાસીઓએ ફરજિયાત સ્ટીલની બોટલો વાપરવા સહિતનું ધ્યાન રાખવાનું રહેશે.

આગામી સપ્તાહમાં થશે વધુ સુનાવણી

સરકારને ટકોર કરતાં કોર્ટે જણાવ્યું કે, રાજ્યમાં આવેલા વિવિધ પક્ષી અભ્યારણ્ય ખાતે પિકનિકમાં જતાં પ્રવાસીઓ પોતાની સાથે જમવાની વસ્તું લઈ જતાં હોય છે. જેમાંથી કેટલાંક મુલાકાતીઓ પક્ષીઓને ખાણીપીણીની વસ્તુ ખવડાવે છે, જે બંધ કરાવો. જેમાં લોકોને જમવાની ના નથી, પરંતુ ઈકો સેન્સિટિવ ઝોનથી દૂર રાખો. આમ, પક્ષી અભ્યારણ્ય ખાતે પ્લાસ્ટિક સહિતની ચીજવસ્તુ પર પ્રતિબંધ ફરમાવો. જો કે, સમગ્ર કેસ મામલે વધુ સુનાવણી આગામી સપ્તાહે થશે.

GPCBએ શું કહ્યું?

ઈકો સેન્સિટિવ ઝોન પ્લાસ્ટિક પર સંપૂર્ણ પ્રતિબંધના મામલે સરકારે એવી રજૂઆત કરી હતી કે, ‘અમે કોર્ટના નિર્દેશો મુજબ પોલીસી બનાવી રહ્યા છીએ.’ જ્યારે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડે(GPCB) જણાવ્યું કે, ‘ઇકો સેન્સિટિવ ઝોન ગણાતા થોળ નજીક અમે ઇન્ડસ્ટ્રી બંધ કરવા નોટિસ આપી દીધી છે. GPCBના નિયમોનું પાલન નહીં કરતી ઇન્ડસ્ટ્રીઓને સીલ કરી દેવામાં પણ આવી છે. GPCB, સ્થાનિક સત્તાધીશો અને અન્ય સંબંધિત સરકારી અધિકારીઓ દ્વારા ઉચ્ચસ્તરીય કમિટીની બેઠક યોજાઈ હતી અને તેમાં હાઇકોર્ટના નિર્દેશો મુજબ કાર્યવાહી શરૂ કરી દીધી છે.’

RELATED ARTICLES

Most Popular

Recent Comments