HomeAllતત્કાલ ટિકિટ બુકિંગની માથાકૂટ પૂરી! IRCTCની નવી વેબસાઇટ લાઇવ, 5 ગણી ઝડપે...

તત્કાલ ટિકિટ બુકિંગની માથાકૂટ પૂરી! IRCTCની નવી વેબસાઇટ લાઇવ, 5 ગણી ઝડપે થશે બુકિંગ!

જો IRCTC પર ટ્રેન ટિકિટ બુક કરતી વખતે ક્યારેય તમારી ધીરજની કસોટી થઈ હોય, તો હવે સ્થિતિ વધુ સારી થવા જઈ રહી છે. ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) આજે, 15 જુલાઈએ તેની ટિકિટ-બુકિંગ વેબસાઈટનું નવું રિડિઝાઈન કરેલું વર્ઝન લોન્ચ કરે તેવી સંભાવનાઓ છે. આ નવી વેબસાઈટ ઝડપી પેજ લોડિંગ, ક્લિન ઈન્ટરફેસ અને તત્કાલ બુકિંગના ધસારાને પહોંચી વળવા માટે નોંધપાત્ર રીતે વધુ ક્ષમતા વાળી હશે. જો કે, કેટલાક અહેવાલો સૂચવે છે કે, આ લોન્ચિંગ ઓગસ્ટના બીજા અઠવાડિયામાં સ્વતંત્રતા દિવસની આસપાસ પણ જઈ શકે છે.

નવી IRCTC વેબસાઈટમાં શું નવું છે?

સામાન્ય વપરાશકર્તાઓ માટે સૌથી મોટો ફેરફાર વધુ સ્પષ્ટ અને સરળ હશે. નવી વેબસાઈટને એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે, જેથી પોપ-અપ્સ, ફ્લેશિંગ બેનર્સ અને વારંવાર આવતી કેપ્ચા (CAPTCHA) ની ઝંઝટ ઓછી થઈ શકે છે, જે ખાસ કરીને તત્કાલ બુકિંગ વિન્ડો દરમિયાન સૌથી વધુ હેરાન કરે છે.

આ ઉપરાંત, મુસાફરો હવે બુકિંગ કરતી વખતે જ તેમની પસંદગીની સીટ અથવા બર્થ પસંદ કરી શકશે, જે પહેલા રેન્ડમલી ફાળવવામાં આવતી હતી. એક ‘ફેયર કેલેન્ડર’ (ભાડાનું કેલેન્ડર) પણ ઉમેરાશે, જેનાથી પ્રવાસીઓ ટિકિટ કન્ફર્મ કરતા પહેલા અલગ-અલગ તારીખોના ભાડાની તુલના કરી શકશે. આ સુવિધા ફ્લેક્સિબલ ટ્રાવેલ શેડ્યૂલ ધરાવતા લોકો માટે પૈસા બચાવવામાં મદદરૂપ થશે. તમામ ક્લાસ (Sleeper, AC 3 Tier, AC 2 Tier વગેરે)ની સીટ ઉપલબ્ધતા હવે એક જ સ્ક્રીન પર દેખાશે, જેથી દરેક ક્લાસને અલગથી ચેક કરવાની જરૂર નહીં પડે.

નવી વેબસાઈટ બહુવિધ ભારતીય ભાષાઓને પણ સપોર્ટ કરશે, જે દેશભરના પ્રવાસીઓ માટે ઉપયોગમાં સરળ બનશે. દિવ્યાંગજન મુસાફરો, વિદ્યાર્થીઓ અને દર્દીઓ માટે કન્સેશન (છૂટછાટ) બુકિંગ, જે હાલમાં અલગ પ્રક્રિયાઓ દ્વારા થાય છે, તેને પણ એક જ પ્લેટફોર્મ પર લાવવામાં આવશે.

બેકએન્ડમાં મોટો અપગ્રેડ

સૌથી મહત્વનો અપગ્રેડ વેબસાઈટની અંદર (ટેકનિકલ બેકએન્ડમાં) કરવામાં આવ્યો છે. હાલનું IRCTC પ્લેટફોર્મ પીક તત્કાલ કલાકો દરમિયાન ઘણી વાર હાંફવા લાગે છે, જ્યારે લાખો યુઝર્સ એક જ મિનિટમાં ટિકિટ બુક કરવાનો પ્રયાસ કરે છે. પરિણામે પેજ ધીમા થઈ જાય છે, પેમેન્ટ અટકી જાય છે, અને બુકિંગ થાય તે પહેલાં જ સીટો ગાયબ થઈ જાય છે.

નવા પ્લેટફોર્મને પ્રતિ મિનિટ 1.5 લાખથી વધુ ટિકિટ બુકિંગ હેન્ડલ કરવા માટે ફરીથી બનાવવામાં આવ્યું છે, જે હાલની સિસ્ટમ પર પ્રતિ મિનિટ આશરે 32,000 છે. પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ (PRS) બેકએન્ડને પણ પ્રતિ મિનિટ 40 લાખથી વધુ ઈન્ક્વાયરી હેન્ડલ કરવા માટે સ્કેલ અપ કરવામાં આવી રહ્યું છે, જે આજે લગભગ 4 લાખ છે. સરળ શબ્દોમાં કહીએ તો, નવી સિસ્ટમ વર્તમાન ટ્રાફિક કરતાં લગભગ 5 ગણો વધુ ટ્રાફિક હેન્ડલ કરવા માટે સક્ષમ છે, જેનો અર્થ છે કે, દિવસના સૌથી વ્યસ્ત કલાકો દરમિયાન વેબસાઈટ ક્રેશ થવાની કે, પેમેન્ટ ફેલ થવાની સમસ્યાઓ નહિવત થઈ જશે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments