
દ્વારકા, તા. 11/10/2026: દ્વારકાની વ્રજ હોસ્પિટલ ખાતે રવિવાર, તા. 11 ઓક્ટોબર, 2026ના રોજ વિવિધ રોગોના નિષ્ણાત તબીબો દ્વારા દર્દીઓ માટે ઓપીડી સેવા ઉપલબ્ધ કરાવવામાં આવશે. હોસ્પિટલ ખાતે પેટના રોગો, કાન-નાક-ગળા, આંખના રોગો, ફિઝિયોથેરાપી તેમજ નિયમિત ઓપીડી માટે નિષ્ણાત તબીબો નિર્ધારિત સમય મુજબ દર્દીઓની તપાસ અને સારવાર કરશે.

પેટના રોગોના નિષ્ણાત ડો. પ્રકાશ ધારવીયા બપોરે 11થી 1 વાગ્યા સુધી દર્દીઓની તપાસ કરશે. કાન, નાક અને ગળાના નિષ્ણાત ડો. દિલાવર બારોટ બપોરે 2થી સાંજે 5:30 વાગ્યા સુધી સેવા આપશે.

આંખના નિષ્ણાત ડો. ગૌરવ પંડિત સવારે 9:30થી બપોરે 2 વાગ્યા સુધી તેમજ સાંજે 5:30થી રાત્રે 9:30 વાગ્યા સુધી દર્દીઓની તપાસ કરશે. ફિઝિયોથેરાપીના નિષ્ણાત ડો. હર્ષિતા લધાણી બપોરે 1થી સાંજે 7 વાગ્યા સુધી ઉપલબ્ધ રહેશે.

આ ઉપરાંત, નિયમિત ઓપીડીમાં ડો. ચિરાગ સોની સવારે 10થી બપોરે 2 વાગ્યા સુધી અને સાંજે 5:30થી રાત્રે 9 વાગ્યા સુધી દર્દીઓને સારવાર આપશે.

વ્રજ હોસ્પિટલ દ્વારા દર્દીઓને નિર્ધારિત સમય મુજબ હોસ્પિટલની મુલાકાત લઈ નિષ્ણાત તબીબોની સલાહ અને સારવારનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

હોસ્પિટલનું સરનામું: વ્રજ હોસ્પિટલ, નાયરા પેટ્રોલ પંપ પાસે, સનાતન રોડ, દ્વારકા – 361335. સંપર્ક નંબર: 9023757549 (અહેવાલ : અજય કાંજીયા)





















