HomeAllSME આઈપીઓમાં ગુજરાતનો ડંકો : છ માસમાં 35 જાહેર ભરણા લીસ્ટેડ થયા

SME આઈપીઓમાં ગુજરાતનો ડંકો : છ માસમાં 35 જાહેર ભરણા લીસ્ટેડ થયા

હાલ ભલે: શેરબજારમાં કડાકાની મૌસમ ચાલુ હોય પણ આઈપીઓમાં રોકાણકારો નાણા ઠાલવી રહ્યા છે અને તેમાં હવે જે નવા એમએસએમઈ કે એસએમઈ પ્લેટફોર્મ છે જયાં નાની કંપનીઓ પણ જાહેર ભરણાથી નાણા મેળવી શકે છે તેમાં પણ ગુજરાતની કંપનીઓ દેશમાં અગ્રેસર છે. સ્મોલ એન્ડ મીડીયમ એન્ટરપ્રાઈઝીસ (SME) ના જે આઈપીઓ ચાલુ નાણાકીય વર્ષમાં આવ્યા તેમાં મુંબઈ શેરબજારના આંકડા મુજબ 19 ગુજરાતી કંપનીઓએ એપ્રિલથી સપ્ટેમ્બર દરમ્યાન રૂા.606 કરોડ મેળવ્યા હતા. તો નેશનલ સ્ટોક એકસચેંજમાં ચુકવે. ગુજરાતની 16 કંપનીઓના આઈપીઓ આવ્યા. જો કે આ એકસચેંજે રાજયવાઈઝ આઈપીઓ મારફત કેટલા નાણા મેળવાયા તે આંકડા જાહેર કર્યા નથી.

આમ બન્ને પ્લેટફોર્મ પર ગુજરાતની એસએમઈ નંબર વન બની રહી છે. જયારે બીજા ક્રમે મહારાષ્ટ્ર આવે છે. જેમાં એપ્રિલ-સપ્ટેમ્બર માસમાં કુલ 32 એસએમઈ આઈપીઓ આવેલા હતા. આ નવા એસએમઈ પ્લેટફોર્મથી નાની કંપનીઓને જાહેર ભરણા મારફત નાણા ઉઘરાવવામાં હવે સરળતા મળી રહે છે. ગુજરાતમાં મોટા ઉદ્યોગને સપોર્ટ કરતા નાના-મધ્યમ કદના ઉદ્યોગોનું પ્રમાણ વધી રહ્યું છે. જેને લીસ્ટીંગ માટે મોટી કંપનીઓ પણ સહાયતા કરે છે તથા અનેક નાની કંપનીઓ પોતે જ બ્રાન્ડ બની રહી છે જે તેને મુડીની જરૂરીયાતમાં આઈપીઓ એ વધુ સરળતા રહે છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments