
સાંસ્કૃતિક રાષ્ટ્રવાદને પોતાના રાજનીતિક એજન્ડામાં લઇને ચાલતી ભાજપના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર રાષ્ટ્રીય ગૌરવ અપમાન નિવારણ અધિનિયમ-1971માં મહત્વના ફેરફાર કરવાની તૈયારીમાં છે. આ મૂળ અધિનિયમમાં સંશોધિન વિધેયકમાં વંદે માતરમને પણ સામેલ કરવામાં આવ્યું છે જેનું અપહરણ કરવા બદલ ત્રણ વર્ષની જેલ કે દંડ કે બન્નેની જોગવાઇ છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સંસદના ચોમાસુ સત્રના પહેલા દિવસે જ રાજ્યસભામાં આ બિલ રજુ કરશે, જે રીતે મોટાભાગના વિપક્ષી દળોનું વલણ રહ્યું છે તે જોતા આ બિલની ચર્ચામાં ટકરાવ અને ગરમ ચર્ચાના પૂરા એંધાણ છે.

કેન્દ્રીય કેબિનેટ વંદે માતરમને રાષ્ટ્રીય પ્રતિક, રાષ્ટ્રીય ધ્વજ, સંવિધાન અને રાષ્ટ્રગાન જન ગણ મનની જેમ વંદે માતરમને કાનુની સંરક્ષણ આપવા માટે રાષ્ટ્રીય ગૌરવ અપમાન નિવારણ અધિનિયમ 1971માં સંશોધન મંજુરી આપી ચૂકી છે.

ઉલ્લેખનીય છે કે, આ નિર્ણયને લઇને વિચારધારાનો ટકરાવ ઘણો જુનો છે પરંતુ ગત એક વર્ષથી આ સંવંધનશીલ રાજનીતિક મુદામાં સામેલ છે. કારણ કે લઘુમતી રાજનીતિ કરનારા પક્ષો સદનમાં અસહજ હોઇ શકે છે.





















