HomeAllગુજરાતમાં ત્રણ સિસ્ટમ સક્રિય, 8-9 ઓગસ્ટએ ભારે વરસાદની આગાહી: આજે દક્ષિણ-મધ્ય...

ગુજરાતમાં ત્રણ સિસ્ટમ સક્રિય, 8-9 ઓગસ્ટએ ભારે વરસાદની આગાહી: આજે દક્ષિણ-મધ્ય ગુજરાતમાં વરસાદની સંભાવના; કાલે બે જિલ્લામાં યલો એલર્ટ

રાજ્યમાં: ચાલુ ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં સામાન્ય કરતાં 11 ટકા વધુ વરસાદ નોંધાયો છે. 1 જૂનથી 7 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં કુલ 481 મિમી વરસાદ નોંધાયો છે, જ્યારે આ સમયગાળા દરમિયાન સામાન્ય રીતે 433 મિમી વરસાદ થવો જોઈએ. જોકે, સૌરાષ્ટ્ર અને કચ્છમાં સામાન્ય કરતાં 15 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. આજે દક્ષિણ- મધ્ય ગુજરાતમાં વરસાદની સંભાવના હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા અનુસાર, આગામી 7 દિવસ રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આજે (7 ઓગસ્ટ) સમગ્ર અરવલ્લી, મહિસાગર, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા અને નર્મદા સહિતના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

જ્યારે 8 ઓગસ્ટે સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે. ત્યારબાદ 9 ઓગસ્ટે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, વાવ-થરાદ, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાઓમાં પણ ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ યથાવત્ રહેશે. આગામી દિવસોમાં 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દક્ષિણ-પશ્ચિમનો પવન ફૂંકાઈ શકે છે. રાજ્યમાં સિઝનનો 25.08 ઇંચ વરસાદ ચાલુ સિઝનમાં 7 ઓગસ્ટ, 2026 (સવારે 10 વાગ્યા) સુધીમાં રાજ્યમાં કુલ સરેરાશ 25.08 ઇંચ (70.10%) વરસાદ નોંધાઈ ચૂક્યો છે. ઝોન વાઈસ જોઈએ તો દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 58.81 ઇંચ (96.87%) અને પૂર્વ-મધ્ય ગુજરાતમાં 21.62 ઇંચ (67.05%) વરસાદ વરસી ચૂક્યો છે.

જ્યારે સૌરાષ્ટ્રમાં 16.38 ઇંચ (54.58%), ઉત્તર ગુજરાતમાં 14.78 ઇંચ (51.39%) અને કચ્છમાં 5.72 ઇંચ (29.05%) વરસાદ નોંધાયો છે. ડેમો અને જળાશયોની સ્થિતિ સાર્વત્રિક વરસાદના કારણે રાજ્યના જળાશયોમાં મોટો જળજથ્થો જમા થયો છે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજનાના સરદાર સરોવર ડેમમાં હાલ 81.01% (2,70,622 mcft) જેટલો જળસંગ્રહ થઈ ચૂક્યો છે અને તેમાં 33,400 ક્યુસેક પાણીની આવક સક્રિય છે. રાજ્યના અન્ય 206 મુખ્ય જળાશયોમાં તેમની કુલ ક્ષમતાના 63.83% (3,56,096 mcft) પાણીનો સંગ્રહ નોંધાયો છે.

હાલમાં રાજ્યના 26 ડેમ 100% ભરાઈને સંપૂર્ણ ઓવરફ્લો થયા છે, જ્યારે પાણીની વધતી આવકને કારણે 37 ડેમ ‘હાઈ એલર્ટ’, 07 ડેમ ‘એલર્ટ’ અને 11 ડેમ ‘વોર્નિંગ’ સિગ્નલ હેઠળ મૂકવામાં આવ્યા છે. રાજ્યમાં સક્રિય સિસ્ટમો અને તેની વરસાદ પર અસર

1. મોન્સૂન ટ્રફ : શું છે? : : ‘ટ્રફ’ એટલે ઓછા દબાણની એક લાંબી પટ્ટી. ચોમાસા દરમિયાન રાજસ્થાનના ગંગાનગરથી શરૂ થઈને બંગાળની ખાડી સુધી વિસ્તરેલી ઓછા દબાણની રેખાને ‘મોન્સૂન ટ્રફ’ કહે છે. જો આવી બે અલગ-અલગ પટ્ટીઓ અથવા શાખાઓ (દા.ત. એક ઉત્તર ભારતમાં અને બીજી દક્ષિણ/પશ્ચિમ કિનારે ઓફ-શોર ટ્રફ) સક્રિય હોય, તો તેને બે મોન્સૂન ટ્રફ કહેવામાં આવે છે. વરસાદ પર અસર: મોન્સૂન ટ્રફ ચોમાસા માટેનો મુખ્ય “હાઇવે” ગણાય છે. આ પટ્ટી જ્યાંથી પસાર થાય છે ત્યાં અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાંથી આવતા ભેજવાળા પવનો ભેગા થાય છે, જેનાથી વ્યાપક અને સાર્વત્રિક ભારે વરસાદ થાય છે. બે ટ્રફ સક્રિય હોય ત્યારે રાજ્ય કે દેશના મોટા ભાગોમાં એકસાથે ચોમાસું ખૂબ જ સક્રિય થઈ જાય છે.

2. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ : : આ ભારતની ભૂમિ પર ઉત્પન્ન થતી નથી, પરંતુ ભારતથી હજારો કિલોમીટર દૂર ભૂમધ્ય સમુદ્ર પરથી ઉદ્ભવતી એક બિન-ચોમાસુ હવામાન પ્રણાલી છે. આ સિસ્ટમ ઊંચા વાતાવરણમાં વહેતા ‘પશ્ચિમી જેટ સ્ટ્રીમ’ પવનો દ્વારા પશ્ચિમથી પૂર્વ તરફ ધકેલાય છે અને ઈરાન, અફઘાનિસ્તાન તથા પાકિસ્તાન થઈને ભારતમાં પ્રવેશે છે. પશ્ચિમ દિશામાંથી આવીને શાંત હવામાનમાં વિક્ષેપ ઊભો કરતી હોવાથી તેને ‘વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ’ કહેવામાં આવે છે. વરસાદ અને હવામાન પર અસર: ચોમાસા સિવાયના સમયમાં (મુખ્યત્વે શિયાળા અને ઉનાળાના પ્રારંભમાં) દેશના હવામાન પર આ સિસ્ટમની વ્યાપક અસર જોવા મળે છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments