HomeAllઅમદાવાદ હાઈકોર્ટ એડવોકેટ્સ એસોસિએશનમાં આકાશ પંડયાની કો-ઓપ્ટ સભ્ય તરીકે સર્વાનુમતે પસંદગી

અમદાવાદ હાઈકોર્ટ એડવોકેટ્સ એસોસિએશનમાં આકાશ પંડયાની કો-ઓપ્ટ સભ્ય તરીકે સર્વાનુમતે પસંદગી

જન્મદિને અમદાવાદ હાઈકોર્ટ એસોસિએશનની ભેટ; પૂર્વ રાજ્યપાલ, મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો અને વકીલમિત્રોએ પાઠવી શુભેચ્છા

અમદાવાદ : ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ્સ એસોસિએશન (GHCAA)ની તાજેતરમાં યોજાયેલી મેનેજિંગ કમિટીની બેઠકમાં કારોબારી સમિતિના વિસ્તરણ અને મજબૂતીકરણના ભાગરૂપે એડવોકેટ આકાશ જયંતકુમાર પંડયાની મેનેજિંગ કમિટીમાં કો-ઓપ્ટ સભ્ય તરીકે સર્વાનુમતે પસંદગી કરવામાં આવી છે. તા. ૮ ઓગસ્ટના તેમના જન્મદિને મળેલી આ જવાબદારીને ખાસ ભેટ તરીકે જોવામાં આવી રહી છે.

ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ્સ એસોસિએશનના પ્રમુખ તથા સિનિયર એડવોકેટ યતિન ઓઝાના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં નવા સભ્યોને મેનેજિંગ કમિટીમાં કો-ઓપ્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. બેઠકમાં ઉપપ્રમુખ પૃથ્વીરાજસિંહ એ. જાડેજાએ હાઈકોર્ટના સક્રિય અને જાણીતા એડવોકેટ આકાશ પંડયાના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી.

આ સાથે પૂર્વ સેક્રેટરી હાર્દિક બ્રહ્મભટ્ટ અને હિમાંશી બલોદીની પણ કો-ઓપ્ટ સભ્ય તરીકે પસંદગી કરવામાં આવી હતી. અગાઉ યોજાયેલી ચૂંટણીમાં આકાશ પંડયાએ મેનેજિંગ કમિટીમાં સૌથી વધુ મત મેળવી વિજય મેળવ્યો હતો.

વિજ્ઞાન જાથાના રાજ્ય ચેરમેન એડવોકેટ જયંત પંડયા અને એડવોકેટ તથા નોટરી હર્ષાબેનના પુત્ર આકાશ પંડયાની કો-ઓપ્ટ તરીકે પસંદગી થતાં ગુજરાતભરના વકીલમિત્રો, શુભેચ્છકો અને વિજ્ઞાન જાથાના સમર્થકો દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

આકાશ પંડયાના જન્મદિને પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, રાજ્યના મંત્રી અર્જુન મોઢવાડિયા, કુંવરજી બાવરીયા, પૂર્વ કેન્દ્રીય મંત્રી તથા સાંસદ પરસોતમ રૂપાલા, ધારાસભ્ય ડૉ. દર્શિતા શાહ, પૂર્વ મંત્રી ભાનુબેન બાબરીયા, પૂર્વ મંત્રી ગોવિંદ પટેલ, પૂર્વ સાંસદ મોહન કુંડારીયા, શહેર ભાજપ પ્રમુખ ડૉ. માધવ દવે સહિત વિવિધ ક્ષેત્રના આગેવાનો, પદાધિકારીઓ, વકીલમિત્રો, શુભેચ્છકો અને વિજ્ઞાન જાથાના સમર્થકોએ શુભેચ્છાઓ પાઠવી હતી.

રાજકોટ, અમદાવાદ, વડોદરા અને સુરત સહિતના શહેરોના એડવોકેટ મિત્રોએ પણ આકાશ પંડયાને જન્મદિન અને નવી જવાબદારી બદલ શુભેચ્છાઓ પાઠવી હતી.

આકાશ પંડયાએ ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ્સ એસોસિએશનના પ્રમુખ યતિન ઓઝા, ઉપપ્રમુખ પૃથ્વીરાજસિંહ જાડેજા, સેક્રેટરી ભાવિક પંડયા, જોઈન્ટ સેક્રેટરી દર્શન દવે, ખજાનચી અમી પટેલ તેમજ મેનેજિંગ કમિટીના સભ્યો નીલ દવે, દેવ કેલા, કિંજલ પટેલ, ગાયત્રી વ્યાસ, ચિરાગ પ્રજાપતિ, ચાંદની જોશી, દિપશિખા મિશ્રા, વિજયરાજસિંહ ઝાલા, કૌશલ દવે, પ્રમોદકુમાર ગેહલોત, રજની ભાર્ગવ, આદિત્ય અસ્થાવડી, કેતન આચાર્ય, વિરાજ દેસાઈ અને ત્રિશલા શેઠ સહિત સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.

RELATED ARTICLES

Most Popular

Recent Comments