
મોરબીમાં: ઉમા ટાઉનશિપ પાસે મેઇન રોડ ઉપર જાહેરમાં લોકોને ખલેલ પહોંચે તે રીતે ઊંચા અવાજે ડીજે વગાડવામાં આવતું હતું જેથી ત્રાસદાય કૃત્ય કરવા બદલ ડીજે વગાડનાર તથા તેની સાથે રહેલા શખ્સ સહિત બે સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો હતો. મોરબી બી ડિવિઝનના પોલીસ કર્મચારી દિલીપકુમાર ગેડાણી (35)એ હાલમાં ભંકેશ્વરસિંહ ધન્નસિંહ પવાર (38) રહે. નકલંક પાર્ક ગોકુલનગર મકનસર તથા પ્રવીણ ચકુભાઈ પંસારા (40) રહે. ભીમસર વિસ્તાર વેજીટેબલ રોડ સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે. કે, મોરબીમાં ઉમા ટાઉનશીપ બંગલો પાસે અનંતનગર વેજીટેબલ રોડ ઉપર રહેણાંક વિસ્તાર પાસે બંને આરોપીઓ જાહેરમાં મહેન્દ્રા બોલેરો ગાડી નંબર જીજે 36 ટી 4370 જેની કિંમત પાંચ લાખ રૂપિયા છે તે ગાડીમાં ડીજે સિસ્ટમ ફીટ કરીને ઊંચા અવાજે ડીજે વગાડતા હતા અને અન્ય લોકોને ત્રાસ આપી શાંતિમાં ખલેલ પહોંચાડતા હતા જેથી પોલીસ કર્મચારીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બંને શખ્સોની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી
























