HomeAllમોરબીમાં નવું ફાયર સ્ટેશન, વર્કશોપ અને બાગ-બગીચાના વિકાસ કામો ઝડપથી પૂર્ણ કરવા...

મોરબીમાં નવું ફાયર સ્ટેશન, વર્કશોપ અને બાગ-બગીચાના વિકાસ કામો ઝડપથી પૂર્ણ કરવા સૂચના

મોરબી: મોરબી મહાપાલિકાના સભાખંડમાં સ્ટેન્ડિંગ કમિટીની બેઠક ચેરમેન જયંતીભાઈ પડસુંબિયાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. બેઠકમાં કમિશનર સંગીતા રૈયાણી સહિત સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો તેમજ વિવિધ શાખાના અધ્યક્ષો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

બેઠક દરમિયાન મોરબી શહેરમાં હાલમાં ચાલી રહેલા નવું ફાયર સ્ટેશન, નવું વર્કશોપ, બાગ-બગીચા સહિતના વિવિધ વિકાસ કામોની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. આ તમામ કામો સમયમર્યાદામાં અને ઝડપથી પૂર્ણ થાય તે માટે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.

મોરબીના વાડી વિસ્તારમાં લોકોને પાયાની સુવિધાઓ મેળવવામાં પડતી મુશ્કેલીઓ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. વિસ્તારના રહેવાસીઓના પ્રાથમિક સુવિધા સંબંધિત પ્રશ્નોનો ઝડપથી ઉકેલ લાવવા અને જરૂરી કાર્યવાહી કરવા સંબંધિત વિભાગના અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી.

મહાપાલિકામાં સમાવિષ્ટ ત્રાજપર વિસ્તારમાં મિલકતવેરા અંગે રહેલી વિસંગતતાઓ દૂર કરવા માટે પણ અધિકારીઓને યોગ્ય કાર્યવાહી કરવા જણાવાયું હતું, જેથી મિલકતવેરા સંબંધિત પ્રશ્નોનું નિરાકરણ આવી શકે.

આ ઉપરાંત ગેરેજ શાખાના બિલ્ડિંગ, નંદીઘર ખાતેના સીસી રોડ સહિત હાલમાં ચાલી રહેલા વિવિધ વિકાસ કામોની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા અને બાકી રહેલી કામગીરીમાં ગતિ લાવવા અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી.

RELATED ARTICLES

Most Popular

Recent Comments