
મોરબી : પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવાર નિમિત્તે મોરબીના સનાળા રોડ સ્થિત ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે આવેલા સિદ્ધેશ્વર મહાદેવ મંદિરે વિશેષ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે દેવાધિદેવ મહાદેવને મનોહર ફૂલોથી ભવ્ય શણગાર કરવામાં આવ્યો છે.

શ્રાવણ માસના પ્રથમ સોમવારે સિદ્ધેશ્વર મહાદેવ મંદિરે ભાવિક ગજ્જર અને ગ્રુપના મધુર સંગીતના સથવારે ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવશે. મહાઆરતી દરમિયાન શિવભક્તો ભક્તિમય વાતાવરણમાં ભગવાન શિવની આરાધનાનો લાભ લઈ શકશે.

આ ફૂલ શણગાર તથા મહાઆરતીનું આયોજન ત્રિવેદી એસોસિએટ્સવાળા ટીનાભાઈ ત્રિવેદી તેમજ સદગુરુ ફ્લાવર (જીઆઈડીસી, શનાળા રોડ)વાળા હિતેશભાઈ (ભૂરો) તરફથી કરવામાં આવ્યું છે.

શ્રાવણ માસના પ્રથમ સોમવાર નિમિત્તે યોજાનાર આ વિશેષ ધાર્મિક કાર્યક્રમમાં સર્વે ધર્મપ્રેમી જનતા તથા શિવભક્તોને ઉપસ્થિત રહી મહાઆરતી અને ભગવાન સિદ્ધેશ્વર મહાદેવના દર્શનનો લાભ લેવા મંદિરના મહંત પ્રવિણગીરી ગોસ્વામી દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.





















