HomeAllમોરબી: સોમવારે સત્યેશ્વર મહાદેવ મંદિરે મહા આરતી અને રાસ ગરબાનું ભવ્ય આયોજન

મોરબી: સોમવારે સત્યેશ્વર મહાદેવ મંદિરે મહા આરતી અને રાસ ગરબાનું ભવ્ય આયોજન

મોરબી: સત્યેશ્વર મહાદેવ મંદિર ખાતે સોમવારે ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ભક્તિભાવપૂર્વક મહા આરતી તેમજ રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહી મહાદેવજીના દર્શન અને મહા આરતીનો લાભ લે તેવી આયોજકો દ્વારા અપીલ કરવામાં આવી છે.

મહા આરતી બાદ રાસ ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું હોવાથી સમગ્ર કાર્યક્રમ ભક્તિ અને આનંદના માહોલમાં યોજાશે. ભાવિકજનોને પરિવારજનો સાથે ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારવા આયોજકો દ્વારા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments