HomeAllમોરબીમાં બળેવ પર્વે પરશુરામ યુવા ગૃપનો સેવાયજ્ઞ, 1001 નિઃશુલ્ક જનોઈનું વિતરણ

મોરબીમાં બળેવ પર્વે પરશુરામ યુવા ગૃપનો સેવાયજ્ઞ, 1001 નિઃશુલ્ક જનોઈનું વિતરણ

મોરબી, તા. 23 ઓગસ્ટ 2026: પવિત્ર શ્રાવણ માસ તેમજ બળેવ અને રક્ષાબંધન પર્વ નિમિત્તે પરશુરામ યુવા ગૃપ મોરબી દ્વારા શહેરમાં નિઃશુલ્ક જનોઈ વિતરણનો સેવાયજ્ઞ યોજાયો હતો. આ સેવાકીય પહેલ અંતર્ગત મોરબી શહેરના વિવિધ મંદિરો અને ધાર્મિક સ્થળોએ કુલ 1001 જનોઈનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.

જનોઈ વિતરણ માટે અગ્નેશ્વર મહાદેવ મંદિર, ગાયત્રી મંદિર (વાઘપરા), સમસ્ત બ્રહ્મ સમાજ યુવક મંડળ હોલ, બ્રહ્મપુરી સોસાયટી, કુબેરનાથ મંદિર, ત્રિલોકધામ, શોભેશ્વર મહાદેવ મંદિર અને પરશુરામધામ મંદિર ખાતે વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. ધાર્મિક પર્વના પાવન અવસરે યોજાયેલા આ સેવાયજ્ઞને સમાજના લોકોનો સારો પ્રતિસાદ મળ્યો હતો.

કાર્યક્રમને સફળ બનાવવા પરશુરામ યુવા ગૃપ મોરબીના પ્રમુખ કૌશલભાઈ મહેતા, મહામંત્રી વિશ્વાસભાઈ જોષી, મહામંત્રી ધર્મભાઈ રાવલ સહિત વિજયભાઈ રાવલ, દિવ્યેશભાઈ મહેતા, ભાર્ગવ મહેતા, હિમભાઈ દવે, દીપભાઈ પંડ્યા, બળદેવભાઈ, આશિષભાઈ દવે, દેવભાઈ ભટ્ટ, ચિરાગભાઈ ઠાકર, ભાર્ગવભાઈ શુક્લા, ઋષિભાઈ આચાર્ય, હાર્દિકભાઈ ભટ્ટ, દેવાશીષ જાની, કપિલભાઈ દવે સહિતના સભ્યોએ ઉપસ્થિત રહી સેવાકાર્યમાં જહેમત ઉઠાવી હતી.

પરશુરામ યુવા ગૃપ દ્વારા આ સેવાયજ્ઞમાં સહભાગી બની કાર્યક્રમને સફળ બનાવનાર તમામ સભ્યો, સહયોગીઓ અને સમાજજનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

RELATED ARTICLES

Most Popular

Recent Comments