HomeAllમોરબીના વોર્ડ નં. ૧માં ડ્રેનેજ વ્યવસ્થા સહિત સ્થાનિક પ્રશ્નોનું સ્થળ પર નિરીક્ષણ

મોરબીના વોર્ડ નં. ૧માં ડ્રેનેજ વ્યવસ્થા સહિત સ્થાનિક પ્રશ્નોનું સ્થળ પર નિરીક્ષણ

વાવડી ગામ ખાતે મેયર સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓએ સ્થળ મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરી

મોરબી: મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ડ્રેનેજ સહિતની માળખાકીય સુવિધાઓને વધુ સુદૃઢ બનાવવા વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે વોર્ડ નં. ૧માં સમાવિષ્ટ વાવડી ગામ ખાતે ડ્રેનેજની ભૂગર્ભ વ્યવસ્થા તેમજ સ્થાનિક પ્રશ્નો અંગે મેયર સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા સ્થળ મુલાકાત કરી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.

સ્થળ મુલાકાત દરમિયાન સંબંધિત વિસ્તારમાં ચાલી રહેલી વિવિધ કામગીરીનું વિગતવાર નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેમજ ડ્રેનેજની ભૂગર્ભ વ્યવસ્થા, સ્થાનિક માળખાકીય સુવિધાઓ અને નાગરિકોને પડતી સમસ્યાઓ અંગે સ્થળ પર જ ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. સંબંધિત પ્રશ્નોના નિરાકરણ માટે જરૂરી કામગીરી અંગે અધિકારીઓને સૂચનો કરવામાં આવ્યા હતા.

આ મુલાકાત દરમિયાન મોરબી મહાનગરપાલિકાના મેયર ઉત્તમભાઈ સુરાણી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયંતિભાઈ પડસુંબિયા, લાઇટિંગ સમિતિના ચેરમેન જયદીપભાઈ મહેતા, ડ્રેનેજ સમિતિના ચેરમેન નવનીતભાઈ કુંડારિયા, પરેશભાઈ રૂપાલા સહિતના આગેવાનો તથા મહાનગરપાલિકાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ડ્રેનેજ સહિતની માળખાકીય સુવિધાઓને વધુ અસરકારક અને સુદૃઢ બનાવવા તેમજ સ્થાનિક નાગરિકોને જરૂરી સુવિધાઓ સરળતાથી મળી રહે તે હેતુથી સ્થળ પરિસ્થિતિના આધારે કામગીરીને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments