
જૂનાગઢમાં: ઝાંસીની રાણી સર્કલ, સરદારબાગ નજીક ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા દ્વારા આયોજિત ભવ્ય “ગિરનારી ગણેશ ઉત્સવ”માં શ્રી મારુ કંસારા યુવા પ્રગતિ મંડળ, જૂનાગઢના સભ્યોને વિશેષ આમંત્રણ આપી ભગવાન શ્રી ગણેશજીની આરતીનો લાભ અપાવવામાં આવ્યો હતો.


વિશાળ સંખ્યામાં ઉપસ્થિત શ્રદ્ધાળુઓની વચ્ચે મંચ પર ઉપસ્થિત રહી ભગવાન શ્રી ગણેશજીની વિશેષ આરતી કરવાનો પાવન અવસર મળતા સંસ્થા તથા સમગ્ર કંસારા સમાજમાં આનંદ અને ગૌરવની લાગણી જોવા મળી હતી.

આ પ્રસંગે સંસ્થા તરફથી ડૉ. શૈલેશભાઈ બારમેડા, સ્વાતીબેન છત્રારા, મનસુખભાઈ બુદ્ધ, તુષારભાઈ છત્રારા, શીલાબેન બારમેડા, ડૉ. રમ્ય બારમેડા, ડૉ. રીવા બારમેડા સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

ગિરનારી ગણેશ ઉત્સવ જેવા ભવ્ય ધાર્મિક આયોજનમાં સંસ્થાને વિશેષ આમંત્રણ આપી આરતીમાં જોડાવાનો અવસર આપવા બદલ સંસ્થા દ્વારા ધારાસભ્ય સંજયભાઈ કોરડીયાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તિમય વાતાવરણ વચ્ચે ગણપતિ બાપ્પાના જયઘોષથી સમગ્ર પરિસર ગુંજી ઉઠ્યું હતું.






















