
મોરબી: શહીદ જવાનોના પરિવારોના લાભાર્થે આયોજિત પાટીદાર નવરાત્રી મહોત્સવમાં આ વર્ષે ભક્તિ, સંગીત અને ગરબાની ભવ્ય રંગત જોવા મળશે. નવરાત્રીની રાત્રે માતાજીના ગુણગાન સાથે ગરબાની રમઝટ જમાવવા જાણીતા કલાકારો ખાસ ઉપસ્થિત રહેવાના છે.

આ પ્રસંગે ગરબા સમ્રાટ સાગરદાન ગઢવી, વૈભવી શાહ ત્રિવેદી, કરણ બારોટ અને રૂપાલી જાંબુઝા સહિતના કલાકારો પોતાની આગવી સંગીતમય રજૂઆતો દ્વારા માહોલને ભક્તિમય અને ઉત્સવમય બનાવશે.

શહીદ જવાનોના પરિવારજનોના સન્માન અને સહાયના હેતુથી યોજાનાર આ પાટીદાર નવરાત્રી મહોત્સવમાં મોટી સંખ્યામાં ગરબા રસિકો અને સમાજજનો જોડાય તેવી આયોજકો દ્વારા અપીલ કરવામાં આવી છે. માતાજીના ગુણગાન અને લોકસંગીતની સુરાવલીઓ સાથે નવરાત્રીની યાદગાર રાત્રિ માણવા માટે હવે તૈયાર થઈ જવાનો સમય આવી ગયો છે.























