
20-09-2026: નખત્રાણા-કચ્છ ખાતે શ્રી મારૂ કંસારા સોની સમાજ પ્રેરિત તથા શ્રી મારૂ કંસારા સોની યુવક મંડળ અને મહિલા મંડળના સંયુક્ત આયોજન હેઠળ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને બિરદાવતો ‘સરસ્વતી સન્માન અને સાંસ્કૃતિક કાર્યક્રમ સમારોહ-2026’ ભવ્ય રીતે યોજાયો હતો. કાર્યક્રમનું આયોજન વિરાણી રોડ સ્થિત શ્રી મારૂ કંસારા સોની સમાજવાડી ખાતે કરવામાં આવ્યું હતું.















વિદ્યાની અધિષ્ઠાત્રી મા સરસ્વતીની ઉપાસના સાથે યોજાયેલા કાર્યક્રમમાં ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમના બાલવાટિકા, શિશુમંદિર, LKG, UKG તેમજ ધોરણ 1થી કોલેજ સુધી અભ્યાસ કરતા સમાજના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે વધુ પ્રગતિ કરવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

સમાજના પ્રમુખ મહેશભાઈ કે. બુદ્ધભટ્ટીના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમનો પ્રારંભ સમાજના અગ્રણીઓના હસ્તે દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યો હતો. ત્યારબાદ મહિલા મંડળના આયોજન હેઠળ સમાજના બાળકો દ્વારા વિવિધ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. કુ. ખુશ્બુબેન સોની અને કુ. વિધાબેન સોનીના સુંદર સંચાલને ઉપસ્થિત જ્ઞાતિજનોની પ્રશંસા મેળવી હતી.

કાર્યક્રમમાં ભુજના અ. ભા. મા. કં. સો. મહામંડળના મહામંત્રી શાંતિલાલભાઈ સોની, મંત્રી વસંતભાઈ પોમલ, ચંદ્રકાંતભાઈ બુદ્ધભટ્ટી, માંડવી સોની સમાજના પૂર્વ પ્રમુખ રમેશભાઈ વાલજી બિજલાણી તેમજ રવાપર સોની સમાજના પ્રમુખ અશ્વિનભાઈ સોની સહિતના મહાનુભાવોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સમાજના યુવા બાળ નિષ્ણાત ડૉ. સાવન સાકરીયા, અગ્નિવીર આર્મીમાં પસંદગી પામનાર સમાજના પ્રથમ યુવા જવાન વિષ્ણુ બુદ્ધભટ્ટી, વડોદરા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીમાં PhD આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. કિશન રમેશભાઈ કટ્ટા, સમાજના કાર્યોમાં સતત યોગદાન આપનાર વિનોદભાઈ બિજલાણી (બટુકભાઈ), નખત્રાણા નગરપાલિકાના સમાજના પ્રથમ કાઉન્સિલર ખુશ્બુબેન સોની તથા પત્રકાર મહેશ એલ. સોનીનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં સમાજના અગ્રણીઓ, વડીલો, યુવક મંડળ તથા મહિલા મંડળના સભ્યો સહિત મોટી સંખ્યામાં જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા. મહિલા મંડળ પ્રમુખ વિજયાબેન બુદ્ધભટ્ટી, દક્ષાબેન કટ્ટા, મહામંત્રી લીલાબેન પોમલ, માલતીબેન કટ્ટા, વીણાબેન પરમાર, રીટાબેન સાકરીયા, ભાવનાબેન સાકરીયા સહિતની ટીમે સાંસ્કૃતિક કાર્યક્રમનું સફળ આયોજન કર્યું હતું.

યુવક મંડળ પ્રમુખ રાજન બુદ્ધભટ્ટીના માર્ગદર્શન હેઠળ ઉપપ્રમુખ મેબ્રીન બગ્ગા, નિકુંજ બુદ્ધભટ્ટી, મહામંત્રી વરુણ બારમેડા, ખજાનચી નીલેશ કટ્ટા, સુનીલ બુદ્ધભટ્ટી, જીગર બારમેડા, પૂજન કટ્ટા, ભૌતિક બગ્ગા, હાર્દિક સોલંકી, સેફ્રીન કટ્ટા, ઉમેશ ચૌહાણ, કિશોર ચૌહાણ, આનંદ બુદ્ધભટ્ટી, નીરવ બિજલાણી સહિતની ટીમે કાર્યક્રમને સફળ બનાવવા મહત્વપૂર્ણ કામગીરી કરી હતી. (અહેવાલ : મહેશ એલ.સોની)



















