HomeAllTRAI નો મહત્વપૂર્ણ નિર્ણય : ટેલિકોમ કંપનીઓએ માત્ર કોલિંગ - SMS...

TRAI નો મહત્વપૂર્ણ નિર્ણય : ટેલિકોમ કંપનીઓએ માત્ર કોલિંગ – SMS નાં સસ્તા પ્લાન પણ આપવા પડશે

નવી: દિલ્હી ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (TRAI) એ દેશના કરોડો મોબાઇલ ગ્રાહકોના હિતમાં એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ટ્રાઇ દ્વારા જાહેર કરવામાં આવેલા ‘ટેલિકોમ ક્નઝ્યુમર પ્રોટેક્શન (13મો સુધારો) રેગ્યુલેશન, 2026’ અનુસાર, હવે તમામ ટેલિકોમ કંપનીઓએ ફરજિયાતપણે માત્ર વોઇસ કોલિંગ અને SMS ની સુવિધા આપતા સસ્તા રિચાર્જ પ્લાન રજૂ કરવા પડશે, જેમાં ડેટા શામેલ નહીં હોય. નવા નિયમો મુજબ, 30 દિવસ કે તેથી ઓછી વેલિડિટી ધરાવતા ગ્રાહકો માટે કંપનીઓએ માત્ર ‘Voice and SMS Only’ પ્લાન આપવો ફરજિયાત બનાવ્યો છે. આ ઉપરાંત, કંપનીઓએ ગ્રાહકોને એક એવો વિકલ્પ પણ પૂરો પાડવો પડશે જેથી તેઓ દર મહિને એક ચોક્કસ તારીખે જ પોતાનું રિચાર્જ રિન્યૂ કરી શકે.

આનાથી ગ્રાહકોને દર વખતે અલગ-અલગ તારીખોએ રિચાર્જ કરાવવાની ઝંઝટમાંથી કાયમી મુક્તિ મળશે. ટ્રાઇએ સ્પષ્ટ કર્યું છે કે, 30 દિવસથી વધુની વેલિડિટી ઇચ્છતા ગ્રાહકો માટે પણ દરેક કંપનીએ ઓછામાં ઓછો એક એવો પ્લાન રાખવો પડશે જેમાં ડેટા વગર માત્ર કોલિંગ અને મેસેજિંગની સુવિધા હોય. રેગ્યુલેટરે ટેલિકોમ કંપનીઓને આ પ્લાનની કિંમતો વ્યાજબી અને ડેટા પ્લાન્સ કરતાં નોંધપાત્ર રીતે ઓછી રાખવા સૂચના આપી છે, જેથી ગ્રાહકો પર આર્થિક બોજ ઘટે. આ નિર્ણયનો સૌથી મોટો ફાયદો એવા લોકોને થશે જેઓ કીપેડ (ફીચર) ફોનનો ઉપયોગ કરે છે અથવા ઇન્ટરનેટ ડેટાનો ઉપયોગ બિલકુલ કરતા નથી. ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો (સીનિયર સિટીઝન્સ) અને ઓછી આવક ધરાવતા ગ્રાહકોને હવે બિનજરૂરી ડેટા માટે મોંઘા રિચાર્જ લેવાની મજબૂરી રહેશે નહીં.

RELATED ARTICLES

Most Popular

Recent Comments