HomeAllમોરબીની જે.એ. પટેલ મહિલા કોલેજમાં મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો

મોરબીની જે.એ. પટેલ મહિલા કોલેજમાં મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો

મોરબી, 21 સપ્ટેમ્બર: મોરબી મહાનગરપાલિકા દ્વારા જે.એ. પટેલ મહિલા કોલેજ ખાતે મતદાન અને મતદાર જાગૃતિ અંગે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વિદ્યાર્થીનીઓને લોકશાહીમાં મતદાનના અધિકાર, ફરજ અને મતદાર તરીકેની જવાબદારી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

પ્રાંત કચેરીના નાયબ મામલતદાર નિલેશ મકવાણાએ મતદાર યાદીમાં નામ ઉમેરવાની પ્રક્રિયા, ઓનલાઈન ઉપલબ્ધ મતદાર સેવાઓ તેમજ મતદાનના મહત્વ અંગે માહિતી આપી ‘જાગો મતદાર જાગો’નો સંદેશ આપ્યો હતો. BLO મહેન્દ્ર કચોટે 18 વર્ષથી વધુ ઉંમરની વિદ્યાર્થીનીઓને ચૂંટણી કાર્ડ મેળવવાની પ્રક્રિયા અને મતદાનની કામગીરી અંગે વ્યવહારુ માહિતી આપી હતી.

કોલેજના સમાજશાસ્ત્રના પ્રોફેસર ડો. નયના ભાલોડિયાએ 25 જાન્યુઆરી રાષ્ટ્રીય મતદાતા દિવસ, મતદાનના બંધારણીય અધિકાર અને લોકશાહીની મજબૂતીમાં મતદાનની ભૂમિકા અંગે પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું. વધુમાં, જવાબદાર મતદાન દ્વારા સારી સરકારની રચનામાં નાગરિકોની ભૂમિકા અંગે સમજ આપવામાં આવી હતી.

કાર્યક્રમમાં નાયબ મામલતદાર અમિત ગાંભવા, BLO સુપરવાઈઝર એસ.એ. પટેલ, મહેન્દ્રભાઈ કચોટ, પ્રવીણભાઈ સરડવા, મનીષભાઈ યાજ્ઞિક, કિરીટભાઈ બોપલીયા, પાયલબેન, જીગ્નેશભાઈ કક્કડ સહિતના બુથ લેવલ ઓફિસરો ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત કોલેજના ઈ. પ્રિન્સિપાલ મોનિકા માલવણિયા અને NSS પ્રોફેસર મંજુલા દેસાઈ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આભારવિધિ કોલેજના પ્રોફેસર વનિતા કગથરાએ કરી હતી. અંતે રાષ્ટ્રગીતના ગાન સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.

RELATED ARTICLES

Most Popular

Recent Comments