HomeAllમોરબી બાર એસો.ના પ્રમુખ દિલીપભાઈ અગેચણિયાની બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના કો-ઓપ્ટ મેમ્બર...

મોરબી બાર એસો.ના પ્રમુખ દિલીપભાઈ અગેચણિયાની બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના કો-ઓપ્ટ મેમ્બર તરીકે કરાઇ નિમણૂક

મોરબી છેલ્લા 15 વર્ષથી સતત મોરબી બાર એસો. ના પ્રમુખ તરીકે સક્ષમ નેતૃત્વ પૂરું પાડતા દિલીપભાઈ અગેચણિયાની બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના કો-ઓપ્ટ મેમ્બર (Co-opt Member) તરીકે નિમણૂક કરવામાં આવી છે જેથી ચોમેરથી તેઓને શુભકામનાઓ મળી રહી છે. મોરબી જીલ્લામાં છેલ્લા ઘણા વર્ષોથી બાર એસો. ના પ્રમુખ તરીકે સક્ષમ નેતૃત્વ પૂરું પાડતા દિલીપભાઈ અગેચણિયા અનેક ગૌરવપૂર્ણ ક્ષણોએ મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરે છે અને સમગ્ર ગુજરાતના જિલ્લા બાર એસો. માં પ્રમુખ તરીકે બિન હરીફ ચૂંટાયેલા હોય એવા એક માત્ર ઉમેદવાર છે.

તેમજ ગુજરાત એડવોકેટ ફાઉન્ડેશન ગ્રુપના સક્રિય સભ્ય તરીકે દરેક મીટિંગમાં હાજરી આપી મોરબીનું નેતૃત્વ કરે છે ત્યારે દિલીપભાઈ અગેચણિયાની તાજેતરમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના કો-ઓપ્ટ મેમ્બર (Co-opt Member) તરીકે નિમણૂક કરવામાં આવી છે જેથી મોરબી બાર એસો. પરિવાર ગૌરવ અનુભવે છે. અને આવી જ રીતે કાનૂની ક્ષેત્રે ઉત્કૃષ્ટ સેવાઓ કરીને ઉત્તરોત્તર પ્રગતિ કરતાં રહે તેવી ચોમેરથી તેઓને મોબાઈલ નંબર 98252 76456 ઉપર શુભકામનાઓ મળી રહી છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments