HomeAllમોરબી જીલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતિઓનો સન્માન સમારોહ યોજાયો

મોરબી જીલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતિઓનો સન્માન સમારોહ યોજાયો

મોરબી મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા જીવનના 75 વર્ષથી વધુ વય ધરાવતા વડિલની પ્લેટીનમ જ્યુબેલી તથા લગ્નજીવનના 50 વર્ષ સફળતા પૂર્વક સંપન્ન કરનારા વડિલ દંપતિઓનો સન્માન સમારોહ રાખવામા આવેલ હતો ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે કેક કટીંગ કરવામાં આવ્યું હતું. આ તકે ગુજરાત અને મોરબીની સાથે નરેન્દ્ર મોદીના વિશેષ સંસ્મરણોને મોરબી પરશુરામધામના પ્રમુખ હસુભાઈ પંડ્યાએ યાદ કર્યા હતા. આ કાર્યક્રમમાં મોરબીના ધારાસભ્ય અને રાજ્ય મંત્રી કાંતિલાલ અમૃતિયા હાજર રહ્યા હતા તે ઉપરાંત અશ્વિનભાઈ રાવલ, ડો. અનિલભાઈ મહેતા, ભૂપતભાઈ પંડ્યા, ડો. ચિન્મયભાઈ ત્રિવેદી, ડો.

આશિષભાઈ ત્રિવેદી, એડવોકેટ જગદીશભાઈ ઓઝા, ડો. વિરલભાઈ લહેરુ, શાસ્ત્રી નિખિલભાઈ જોશી, ગીરીશભાઈ જોશી, જયશ્રીબેન જોષી, ચેતનાબેન જોષી, કિરણબેન ઠાકર સહિતના અનેક બ્રહ્મ અગ્રણીઓ હાજર રહ્યા હતા. તેમજ સિનિયર સીટીઝન કાઉન્સિલના ડો. ભાવેશ જેતપરીયા, પ્રભુભાઈ પટેલ, ચુનિભાઈ રાજપરા, શિક્ષણવિદ રાંકજાભાઇ સહિતના અનેક આગેવાનોએ હાજરી આપી હતી. ખાસ કરીને આ કાર્યક્રમમાં 141 જેટલા વડિલોને મોમેન્ટો, શાલ અને ભેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમનું સફળ સંચાલન રવીન્દ્રભાઈ ત્રિવેદીએ કર્યું હતું.

RELATED ARTICLES

Most Popular

Recent Comments