મોરબી 24 સપ્ટેમ્બરે રાત્રે યોજાનાર સંતવાણીમાં પિયુષ મિસ્ત્રી અને લોકસાહિત્યકાર મુનાભાઈ નિમાવત જમાવટ કરશે; વરસાદમાં પણ કાર્યક્રમ યથાવત રહેશે

મોરબીના: મુનનગર મેઇન રોડ પર ન્યુ ચંદ્રેશની બાજુના ગ્રાઉન્ડમાં આવેલા રિદ્ધિ સિદ્ધિ કા રાજા ગણેશ ઉત્સવ મંડપ ખાતે રિદ્ધિ સિદ્ધિ કા રાજા યુવા ગ્રુપ દ્વારા ભવ્ય સંતવાણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ધર્મપ્રેમી જનતાને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા આયોજકો દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

24 સપ્ટેમ્બર, ગુરુવારના રોજ રાત્રે 9:30 કલાકે મારુતિ સાઉન્ડના સથવારે યોજાનાર આ સંતવાણી કાર્યક્રમમાં સંતવાણી આરાધક પિયુષ મિસ્ત્રી અને લોકસાહિત્યકાર મુનાભાઈ નિમાવત પોતાની કલાના સુર રેલાવશે. જ્યારે સાજીંદા ગ્રુપ તરીકે કશ્યપ અગ્રાવત સંગીતમય સાથ આપશે.

ગણેશ મહોત્સવની ઉજવણીમાં આધ્યાત્મિકતા અને લોકસંસ્કૃતિનો સંગમ સર્જતા આ સંતવાણી કાર્યક્રમને લઈને આયોજકો દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. કાર્યક્રમ દરમિયાન વરસાદ પડે તો પણ સંતવાણી કાર્યક્રમ યથાવત ચાલુ રાખવામાં આવશે તેમ આયોજકો દ્વારા જણાવાયું છે. તેથી વધુમાં વધુ ધર્મપ્રેમી નગરજનોને સંતવાણીનો લાભ લેવા અને ગણેશ મહોત્સવની ઉજવણીમાં સહભાગી બનવા અપીલ કરવામાં આવી છે.























