HomeAllદક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 113 ટકા સાથે રાજ્યમાં મોસમનો સરેરાશ 88 ટકા...

દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 113 ટકા સાથે રાજ્યમાં મોસમનો સરેરાશ 88 ટકા વરસાદ વરસ્યો

રાજ્યમાં: ચોમાસાની ઋતુ દરમિયાન આજ રોજ સવારે 6 કલાક સુધીમાં કુલ એકંદર 31 ઇંચ વરસાદ નોંધાયો છે, જે રાજ્યના મોસમના સરેરાશ વરસાદની સામે ૮૮ ટકા જેટલો થાય છે. ઝોન વાઇઝ સ્થિતિ જોતાં, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 113.52 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત પૂર્વ-મધ્ય ગુજરાતમાં 88.57 ટકા, ઉત્તર ગુજરાતમાં 70.33 ટકા, સૌરાષ્ટ્રમાં 67.86 ટકા અને કચ્છ ઝોનમાં 57.16 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 31 જિલ્લાના 224 તાલુકાઓમાં સરેરાશ 17.20 મિમિ વરસાદ થયો છે. જેમાં અરવલ્લીના મેઘરજ અને ગીર સોમનાથના ગીર ગઢડા તાલુકામાં સૌથી વધુ 3 ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત અમદાવાદ શહેરમાં 2.87 ઇંચ, સાબરકાંઠાના તલોદમાં 2.52 ઇંચ અને નર્મદાના દેડિયાપાડામાં 2.40 ઇંચ વરસાદ વરસ્યો છે. જળાશયો અને ડેમની સ્થિતિ:

સરદાર સરોવર નર્મદા ડેમ કુલ સંગ્રહ ક્ષમતાના 96 ટકા જેટલો ભરાયો છે. રાજ્યના અન્ય 206 જળાશયોમાં કુલ ક્ષમતાના 70.49 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. રાજ્યમાં હાલ 30 ડેમ 100 ટકા ભરાયેલા છે, 38 ડેમ 70 થી 100 ટકા, 25 ડેમ 50 થી 70 ટકા, 40 ડેમ 25 થી 50 ટકા અને 73 ડેમ 25 ટકાથી નીચે ભરાયેલા છે. જળસંગ્રહના આધારે 45 ડેમ હાઇ એલર્ટ, 13 ડેમ એલર્ટ અને 10 ડેમ વોર્નિંગ પર મૂકવામાં આવ્યા છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments