HomeAllમોરબીના ‘હાઉસિંગ બોર્ડ કા રાજા’માં આજે ‘ગણપતિ આયેગા’ થીમ પર જુનિયર કલાકારો...

મોરબીના ‘હાઉસિંગ બોર્ડ કા રાજા’માં આજે ‘ગણપતિ આયેગા’ થીમ પર જુનિયર કલાકારો મચાવશે ધૂમ

મોરબી : શનાળા રોડ પર માર્કેટિંગ યાર્ડ સામે આવેલા નવા હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં યોજાઈ રહેલા ગણેશ મહોત્સવમાં આજે ભક્તિ સાથે મનોરંજનનો રંગ જામશે. રહીશો દ્વારા આયોજિત ગણેશ મહોત્સવમાં સવાર-સાંજ આરતી સહિત ધાર્મિક, સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જેમાં બાળકો, મહિલાઓ અને વડીલો સહિત મોટી સંખ્યામાં રહીશો ઉત્સાહભેર જોડાઈ રહ્યા છે.

ગણેશ મહોત્સવ અંતર્ગત આજે ગુરુવારે રાત્રે 9:30 કલાકે ‘ગણપતિ આયેગા’ થીમ પર વિશેષ મનોરંજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. બોલિવૂડ અને ટોલિવૂડના જાણીતા કલાકારોના જુનિયર કલાકારો દ્વારા હળવી-ફૂલ કોમેડી તથા મનોરંજક રજૂઆતો કરવામાં આવશે.

કાર્યક્રમમાં જુનિયર નરેશ કનોડિયા તરીકે કિશોર ડાભી, જુનિયર અમિતાભ બચ્ચન તરીકે મુન્ના માસ્ટર તેમજ જુનિયર દિલીપકુમાર, જુનિયર દેવ આનંદ, જુનિયર ગોવિંદા, જુનિયર રાજેશ ખન્ના અને જુનિયર જીતાલાલ સહિતના કલાકારો પોતાની વિવિધ રજૂઆતો દ્વારા ઉપસ્થિતોને મનોરંજન પૂરું પાડશે.

નવા હાઉસિંગ બોર્ડના રહીશો દ્વારા પરિવાર સાથે માણી શકાય તેવા આ કાર્યક્રમને લઈને વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગણેશ મહોત્સવમાં ભક્તિ સાથે મનોરંજનનો સંગમ કરાવતા આ કાર્યક્રમમાં નિર્દોષ ધમાલ-મસ્તી સાથે સભ્યતા અને સાંસ્કૃતિક મૂલ્યોને અનુરૂપ હળવી-ફૂલ કોમેડીની રજૂઆત કરવામાં આવશે.

આ કાર્યક્રમનો શહેરીજનો પરિવાર સાથે લાભ લઈ ગણેશ મહોત્સવની ઉજવણીમાં જોડાય તેવી અપીલ નવા હાઉસિંગ બોર્ડના આયોજકો દ્વારા કરવામાં આવી છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments