મોરબી: જિલ્લા પોલીસ દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત જનજાગૃતિ અને સામાજિક જવાબદારીનો સંદેશ લોકો સુધી પહોંચાડવાના હેતુથી બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ બાઇક રેલીમાં જોડાઈને વિવિધ વિસ્તારોમાં પરિભ્રમણ કર્યું હતું.

રેલી દરમિયાન નાગરિકોને કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સહકાર આપવા તેમજ સામાજિક સુરક્ષા અને જનસેવાના કાર્યોમાં સહભાગી બનવા અપીલ કરવામાં આવી હતી. સેવા સંકલ્પ અભિયાનના માધ્યમથી પોલીસ અને નાગરિકો વચ્ચેનો સંવાદ વધુ મજબૂત બને અને સમાજમાં સુરક્ષા તથા જવાબદારીની ભાવના વિકસે તેવો સંદેશ આપવામાં આવ્યો હતો.

























