
મોરબી: મોરબી જિલ્લામાં દિવ્યાંગજનોને સુવિધાયુક્ત, આત્મનિર્ભર અને ગતિશીલ જીવન તરફ આગળ વધારવાના ભગીરથ હેતુથી શ્રી મદનમોહનજી મહારાજ 200 મા દ્વિશતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા વિશેષ નિ:શુલ્ક એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કેમ્પ તા. 30 સપ્ટેમ્બર, 2026 ના રોજ સવારે 900 થી સાંજે 500 કલાક સુધી શ્રી સ્વામિનારાયણ મંદિર (સંસ્કારધામ), શનાળા રોડ, નવા બસ સ્ટેન્ડની બાજુમાં, જીઆઈડીસી, મોરબી ખાતે યોજાશે. આ કેમ્પમાં અકસ્માત કે અન્ય કારણોસર હાથ અથવા પગ ગુમાવનાર દિવ્યાંગજનો માટે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ (કૃત્રિમ હાથ/પગ) ની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે.

આ ઉપરાંત દિવ્યાંગોની જરૂરિયાત મુજબ મોટરાઈઝ્ડ ટ્રાઈસિકલ, જોયસ્ટિક વ્હીલચેર તથા અન્ય સહાયક સાધનોનો લાભ આપવામાં આવશે. અને લાભાર્થીઓએ કેમ્પ સ્થળે દિવ્યાંગતાનું સર્ટિફિકેટ/ UDID કાર્ડ, આધાર કાર્ડની ઝેરોક્ષ, પાસપોર્ટ સાઈઝનો ફોટો અને આવકનો દાખલો જેવા જરૂરી દસ્તાવેજો સાથે ઉપસ્થિત રહેવાનું રહેશે. વધુ માહિતી અર્થે સંપર્ક નંબર 9974165673 / 9875013038 પર સંપર્ક સાધવો.























