HomeAllમાતાના મઢ જતા પદયાત્રીઓની સુરક્ષા માટે મોરબી ટ્રાફિક પોલીસની સરાહનીય પહેલ

માતાના મઢ જતા પદયાત્રીઓની સુરક્ષા માટે મોરબી ટ્રાફિક પોલીસની સરાહનીય પહેલ

મોરબી: ૪ ઓક્ટોબર, ૨૦૨૬: કચ્છ સ્થિત માતાના મઢ ખાતે દર્શનાર્થે પગપાળા જતા પદયાત્રીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા મોરબી ટ્રાફિક પોલીસ દ્વારા રોડ સેફ્ટીને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવી છે.

મોરબી જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના અનુસાર ટ્રાફિક પોલીસ દ્વારા રાત્રિના સમયે હાઇવે પરથી પસાર થતા પદયાત્રીઓ અકસ્માતનો ભોગ ન બને તે માટે તેમના સામાન પર ગોળાકાર રેડિયમ લગાવવામાં આવ્યા હતા. અંધકારમાં રેડિયમ ચમકવાથી વાહનચાલકોને પદયાત્રીઓ દૂરથી જ સ્પષ્ટ દેખાઈ શકે અને સંભવિત અકસ્માતોને અટકાવવામાં મદદ મળી શકે છે.

આ કામગીરી દરમિયાન ટ્રાફિક પોલીસ ઇન્સ્પેક્ટર, પીએસઆઈ ડી. બી. ઠક્કર સહિતના ટ્રાફિક પોલીસ સ્ટાફ દ્વારા પદયાત્રીઓને રાત્રિના સમયે હાઇવે પર ચાલતી વખતે જરૂરી સાવચેતી રાખવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

પદયાત્રીઓને રોડની સલામત બાજુએ ચાલવા, વાહનવ્યવહાર પ્રત્યે સજાગ રહેવા તેમજ કોઈપણ ઇમરજન્સી પરિસ્થિતિમાં તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા સૂચના આપવામાં આવી હતી. સાથે જ પોલીસ હેલ્પલાઇન નંબર 112 અને 100 અંગે પણ જરૂરી માહિતી આપવામાં આવી હતી.

મોરબી ટ્રાફિક પોલીસની આ કામગીરીનો મુખ્ય હેતુ માતાના મઢ તરફ જતા પદયાત્રીઓની રાત્રિ મુસાફરીને વધુ સુરક્ષિત બનાવવાનો તેમજ માર્ગ અકસ્માતોની સંભાવના ઘટાડવાનો છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments