
મોરબી, 24 ઓક્ટોબર 2026: સમસ્ત ભરવાડ સમાજ, મોરબીના શ્રી મચ્છુ મા બાળ મંડળ દ્વારા શરદ પૂનમના પાવન અવસર પર 25 ઓક્ટોબર, રવિવારના રોજ ભવ્ય રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં લોકસંગીત અને પરંપરાગત રાસ-ગરબાની રમઝટ સાથે ઉત્સવની ઉજવણી કરવામાં આવશે.

રાસોત્સવમાં જાણીતા લોકગાયકો રીંકુ ભરવાડ, મિલન ભરવાડ અને માયાબેન ભરવાડ (ગોલતર) પોતાની સંગીતમય પ્રસ્તુતિઓથી લોકમેળાને રંગત આપશે. કલાકારોના લોકપ્રિય ગીતો અને રાસ-ગરબાની રમઝટ વચ્ચે સમાજના લોકો ઉત્સાહભેર સહભાગી બનશે તેવી અપેક્ષા છે.

શરદ પૂનમના પવિત્ર પર્વને પરંપરા, સંસ્કૃતિ અને સામાજિક એકતાના રંગે ઉજવવાના હેતુથી આયોજિત આ રાસોત્સવમાં ભરવાડ સમાજના લોકોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા અપીલ કરવામાં આવી છે.

આ પ્રસંગે મહંત કિશનભગત દેવાભગત ગોલતર, મોરબી દ્વારા સમાજના સૌ લોકોને રાસોત્સવમાં પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.























